ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 ઓગસ્ટ 2020
કોરોના વાયરસ દેશમાં ઝડપથી ગતિએ પાયમાલી ફેલાવી રહ્યો છે. કોવિડ -19 ના વધતા પ્રભાવ વચ્ચે, પ્રખ્યાત શાયર રાહત ઈંદોરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મધ્ય પ્રદેશના ઈંદોર ખાતે તેમને મોડી રાતે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. રાહત ઈંદોરીના દીકરા સતલજે આ અંગેની જાણકારી આપી હતી બાદમાં રાહત ઇંન્દૌરીએ પણ આ અંગે પોતે ટ્વીટ કર્યુ હતુ. સતલજ ઈંદોરીએ જણાવ્યું કે, રાહત ઈંદોરીને ઈંદોરની ઓરબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જે કોવિડ સ્પેશિયલ હોસ્પિટલ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે હાલ જોખમની કોઈ વાત નથી અને રાહત ઈંદોરી સ્વસ્થ છે.
રાહત ઈંદોરીએ પોતે પણ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, 'કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાતા ગઈકાલે મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ ઓરબિંદો હોસ્પિટલમાં ભરતી છું, દુઆ કરો કે બને તેટલું ઝડપથી આ બીમારીને માત આપી દઉં. વધુ એક વિનંતી છે, મને કે ઘરના લોકોને ફોન ન કરશો, મારી ખબર તમને ટ્વિટર અને ફેસબુક દ્વારા મળતી રહેશે.' ઉલ્લેખનીય છે કે રાહત ઈંદોરી એક મશહૂર શાયર છે અને સાથે જ તેઓ બોલિવુડ માટે પણ અનેક ગીતો લખતા આવ્યા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com