ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 ઓગસ્ટ 2020
હાલમાં મોટાભાગના લોકો કનેક્ટેડ રહેવા અને વાતચીત કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ માટે સતત નવા અપડેટ્સ લાવતું રહે છે.
તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા છે કે, વોટ્સએપ વધુ નવી સુવિધા પર કામ કરી રહ્યું છે, આ કાર્ય સફળ થયા બાદ એક સાથે 4 જુદા જુદા ડિવાઇસ પર વોટ્સએપ એકાઉન્ટ વાપરી શકાશે. કંપનીના જણાવ્યાં મુજબ એન્ડ્રોઇડ એપ્લિકેશન અને આઇઓએસ પર નવું ઈન્ટરફેસ લાવવા માટે ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે..
જોકે આ દ્વારા વધુ ડેટાનો વપરાશ થશે. જેના માટે વોટ્સએપને વાઇફાઇથી કનેક્ટ કરવું પડશે.સાથે જ વોટ્સએપ ડેસ્કટોપ પર ઉપયોગ કરી શકાય એનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.
બીજા ડિવાઇસમાં બધા ચેટ ઇતિહાસના આગમન પછી, વપરાશકર્તાઓ મલ્ટીપલ ડિવાઇસ સુવિધાનો ઉપયોગ કરી શકશે. આ પછી, આવતા સંદેશા એક સાથે બધા ડિવાઇસીસ પર વિતરિત કરવામાં સમર્થ હશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com