ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓગસ્ટ 2020
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370, કોર્ટના નિર્ણય પછી રામ મંદિર બનાવવું જેવા બે વાદા પુરા કર્યા બાદ, શું ભાજપનો આગળનો એજન્ડા 'વસ્તી નિયંત્રણ કાનૂન' બનાવવાનો હોઈ શકે? આ અટકળો એટલા માટે શરૂ થઈ છે, કેમકે સુપ્રીમ કોર્ટમાં ભાજપના નેતા અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને વસ્તી નિયંત્રણ કાયદો શરૂ કરવાની માંગ કરી છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિની ઉપાધ્યાયે વસ્તી નિયંત્રણ અંગે સુપ્રીમ કોર્ટમાં જે અરજી દાખલ કરી છે તેની સુનાવણી 14 ઓગસ્ટના રોજ થશે. આ સમય દરમિયાન વસ્તી નિયંત્રણ કાયદા ની માંગને લઇ ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા ને પણ ઉપાધ્યાયે પત્ર લખ્યો છે. આ પત્રમાં ઉપાધ્યાયે કહ્યું છે કે "હાલના સમયમાં વસ્તીનો વિસ્ફોટ ભારત માટે બોમ્બ વિસ્ફોટ કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. તેને રોકવુ જરૂરી છે.
અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે એક સમાન નાગરિક સંહિતા તથા કડક વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કર્યા વગર સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, સાક્ષર ભારત જેવા તમામ નારા વ્યર્થ ગણાશે. વસ્તી વધારાને કારણે ભ્રષ્ટાચાર અને અપરાધ મુક્ત ભારતનું નિર્માણ કરવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય છે.. ઉલ્લેખનીય છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાહેર મંચ પરથી ભારતમાં વસ્તી વિસ્ફોટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com