ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
08 ઓગસ્ટ 2020
રાજસ્થાન વિધાનસભા સત્ર નજીકમાં જ છે. ભાજપ પણ પોતાના ધારાસભ્યો કોંગ્રેસમા ન જતાં રહે! એવા ડરને લઈને સાવચેત થઈ ગઈ હોય તેવું લાગે છે. બીજેપી એ પોતાના કેટલાક ધારાસભ્યોને પાડોશી રાજ્ય ગુજરાતમાં શિફ્ટ કર્યા છે. જેનું એક આશ્વાસન એ પણ છે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે.
11 ઓગસ્ટના રોજ રાજસ્થાન હાઈકોર્ટની સિંગલ બેંચ સમક્ષ રજુ થનાર છે તેવા 6 ધારાસભ્યો, જેઓને બસપાથી કોંગ્રેસમાં ખેંચીવામાં આવ્યાં છે. તે મામલે સુનાવણી થાવાની છે. તે પહેલા જ ભાજપ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. સૂત્રના જણાવ્યાં મુજબ, બીજેપીને ડર છે કે જો બસપાના 6 ધારાસભ્યો ગેરલાયક થઈ જાય, તો રાજસ્થાન કોંગ્રેસ દ્વારા ભાજપના ધારાસભ્યો નો સંપર્ક સાધવાના પ્રયાસો થઈ શકે છે. આવા સંભવિત પગલાને જોતાં પાર્ટીએ પોતાના ધારાસભ્યોને ગુજરાત ખસેડયા છે.
ઉદેપુરના ભાજપના પાંચ ધારાસભ્યોને ગુજરાતમાં ખસેડવામાં આવ્યા છે. તેમાં સલમ્બરના ધારાસભ્ય અમૃતલાલ મીના, ઝાડોલના ધારાસભ્ય બાબુલાલ ખરાડી, માવલીના ધારાસભ્ય ધર્મ નારાયણ જોશી, ઉદેપુરના ગ્રામીણ ધારાસભ્ય ફૂલસિંહ મીના અને ગોગુંડાના ધારાસભ્ય પ્રતાપ ગેમેટીનો સમાવેશ થાય છે. જોકે, ભાજપના વરિષ્ઠ નેતા, રાજસ્થાન વિધાનસભાના વિપક્ષી નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ગુલાબચંદ કટારિયા ગુજરાત શિફ્ટ થયા નથી.
જ્યારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે બુધવારે રાત્રે ધોળપુર થી દિલ્હી જવા રવાના થયા હતાં. માનવામાં આવે છે કે વસુંધરા રાજેએ તેમના રોકાણ દરમિયાન દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ કાર્યકારો સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે ગેહલોતના નેતૃત્વ હેઠળની રાજસ્થાન સરકાર હાલ તેના સૌથી ખરાબ રાજકીય સંકટથી ઝઝુમી રહી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com