પ્રશાસન કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું : અમદાવાદમાં 67 હોસ્પિટલમાં રેડ, 26 પાસે જ NOC.. જાણો વિગતવાર

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

અમદાવાદ

08 ઓગસ્ટ 2020

અમદાવાદમાંની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતાં 8 કોરોના દર્દીઓ મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ નિદ્રામાંથી સફાળા જાગી ઉઠેલું તંત્ર હરકતમાં આવી ગયું છે. અમદાવાદ ફાયરબ્રિગ્રેડે તમામ હોસ્પિટલોમાં રેડ પાડી જરૂરી ચકાસણી કરવાનું શરૂ કર્યું છે.                               

આશ્ચર્ય ની વાત એ છે કે અમદાવાદ શહેરની 67 હોસ્પિટલોમાં કરાયેલી ચકાસણીમાં માત્ર 26 હોસ્પિટલો પાસે જ ફાયર વિભાગની એન.ઓ.સી. હોવાનું સામે આવ્યું છે. તો 13 જેટલી હોસ્પિટલો પાસે NOC જ નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે. જ્યારે 13 હોસ્પિટલોમાં  NOC એક્સપાયર થઇ ગઇ છે અને 11 હોસ્પિટલોએ NOC રિન્યુ માટે અરજીઓ કરી છે. બે અરજીઓ ફાયરબ્રિગ્રેડ વિભાગમાં પડતર છે. એક હોસ્પિટલની બિલ્ડીંગની NOC છે પણ હોસ્પિટલની NOC નથી. જયારે એક હોસ્પિટલમાં સિસ્ટમ છે પણ NOC નથી.                            

ઉલ્લેખનીય છે કે 7 મી ઓગસ્ટે પરોઢે 3 વાગ્યાની આસપાસ શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં 8 કોરોના દર્દીઓ બળીને ભડથું થઇ ગયાં હતાં.. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે હોસ્પિટલમાં આગ શોટસર્કિટ થવાના કારણે લાગી હતી. શ્રેય હોસ્પિટલની ફાયર એનઓસી એક્સપાયર થઈ ગઈ હતી જેને રિન્યુ પણ કરાવી ન હતી. હવે પ્રશ્ન એ થાય છે કે શું આ પ્રકારની ઘટના બને તો જ તંત્ર હરકતમાં આવે? જો તંત્રએ પહેલા જ હરકતમાં આવીને હોસ્પિટલોની સમયસર તપાસ કરી હોત તો કદાચ મોતને ભેટેલા દર્દીઓના જીવ બચી ગયા હોત..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More