ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ.
07 ઓગસ્ટ 2020
કોરોના કાળમાં લોકડાઉનનાં મહિનાઓ સુધી ઘરમાં બંધ ભારતીય ગ્રાહકોની આદતોમાં મોટો ફેરફાર આવ્યો છે: તેમની ખર્ચ કરવાની રીત દર્શાવે છે કે તેઓની પ્રાથમિકતા બદલાઈ છે. તેમના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, તેમના સ્ટોર-કબાટોને મજબૂત સાફ કરી ગોઠવવા, કંટાળાને ટાળવા, તેમજ ઘરો (અને પોતાને) સુઘડ અને વ્યવસ્થિત રાખવા માટે થતી ચિંતામાં વધારો થયો છે.
સંક્રાંતિના આવા કાળમાં પણ કેટલીક કંપની ઓ ભારતીય ઉપભોગતાં ઓથી ખુશ છે કારણકે તેઓના વેચાણ મા લોકડાઉન દરમિયાન વૃધ્ધિ થયી છે.
રોગપ્રતિકારક શક્તિ::–
ઇમ્યુનિટી બૂસ્ટર .. વિશ્વભરના ગ્રાહકો તેમના સ્વાસ્થ્યની સુરક્ષા અને તેમની પ્રતિરક્ષા વધારવામાં વધુ રસ બતાવી રહ્યા છે. ભારતમાં, રોગપ્રતિકારક શક્તિ વધારવાનો અર્થ આયુર્વેદ, દેશની પ્રાચીન ચિકિત્સા છે. જૂન મહિનામાં સમગ્ર ઉદ્યોગમાં ચ્યવનપ્રશનું વેચાણ 283 % વધ્યું હતું અને બ્રાન્ડેડ મધનું વેચાણ 39 % વધ્યું હતું. ભારતના સૌથી મોટા આયુર્વેદિક પ્રોડક્ટ્સ સપ્લાયર્સમાંના એક, જણાવ્યું હતું કે એપ્રિલથી જૂન સુધીમાં તેનું ચ્યવનપ્રશ વેચાણ 700 % વધ્યું છે. લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને આ પ્રકારની સામગ્રી પર વધુ ખર્ચ કરી રહયાં છે.
કમ્ફર્ટ ફૂડ ::–
પેકેજ્ડ ખાદ્યપદાર્થોનું વેચાણ માર્ચથી વધ્યું છે, કારણ કે ઘરેલુ ગ્રાહકો પરિચિત ઉત્પાદનોના વપરાશ દ્વારા ઝડપથી તૈયાર થાય એવા ફોઈડ પેકેટ વાપરી રહયાં છે. સવારના નાસ્તામાં સિરિયલ્સ, સૂપ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ચોખા અને જલ્દી બની જતી વાનગી ઓ પસંદ કરી રહ્યા છે. એક આંતરરાષ્ટ્રીય કંપની ના જણાવ્યાં મુજબ માર્ચ મહિનાના અંતમાં ક્વાર્ટરમાં તેમની આવક “પ્રભાવશાળી” રહી છે. મેગી, કિટકેટ અને મંચના વેચાણમાં ખૂબ વધારો દર્શાવે છે. જ્યારે ભારતીય પરિવારો માટેનું બીજું આઇકોનિક પ્રોડક્ટ, પાર્લે-જી બિસ્કીટનું, એપ્રિલ-મે દરમિયાન રેકોર્ડ બ્રેક વેચાણ નોંધાયું છે.
ડિજિટલ સેવાઓ ::–
લેપટોપ, મોબાઈલ, ટીવી, જેવાં ઇલેક્ટ્રોનિક ના વેચાણમાં ખૂબ મોટી માત્રામાં વેચાણ થયું છે. આશ્ચર્યજનક વાત નથી કે કામ અને મનોરંજન એમ બંને માટે – ભારતીયોની સ્ક્રીન પરની નિર્ભરતામાં વધારો થયો છે. ઓનલાઇન એજ્યુકેશન, સ્ટાર્ટઅપ, નવા વિદ્યાર્થીઓની સંખ્યા એપ્રિલ અને જૂન વચ્ચે સામાન્ય ગતિથી ત્રણ ગણી વધી છે. નવા વપરાશકર્તાઓને જાળવી રાખવા માટે વિવિધ મીડિયા દ્વારા સ્થાનિક ભાષામાં અભ્યાસક્રમો શરૂ કરવા જેવી બાબતોથી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું વેચાણ વધ્યું છે.
ગોલ્ડ લોન ::–
કોરોનાને કારણે લાગુ લોકડાઉન ને કારણે મોટાભાગના લોકોની આવક બંધ થઈ છે તો કેટલાકની ખૂબ ઓછી થયી છે. આર્થિક મંદી માંથી બહાર નીકળવા ભારતીયો પોતાના સોના ઉપર લોન લઈ રહયાં છે. લાખો લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે, કેટલાક નાના વ્યવસાય માલિકો, પણ કિંમતી ધાતુ સામે વધુ ઉધાર લઈ રહયાં છે. ભારતના સૌથી મોટા કેશ-ફોર ગોલ્ડ ધીરનાર જાણીતી ફાઇનાન્સ લિમિટેડના શેર્સ આ વર્ષે આશરે 57 % જેટલા ઊંચા ગયા છે અને કેટલાક વિશ્લેષકો કહે છે કે એમએસસીઆઈ ઇન્ડિયા ઇન્ડેક્સમાં લિસ્ટેડ થયી શકે છે. હાલના ગ્રાહકો વધુ ઉધાર લેતા હોવાથી બીજી એક જાણીતી ફાઇનાન્સ લિમિટેડની લોકડાઉન દરમ્યાન પ્રથમ ક્વાર્ટર દરમિયાન તેના ગોલ્ડ-લોન પોર્ટફોલિયોમાં 4.5 % ની વૃદ્ધિ નોંધાવી છે.
ઉપકરણો ::–
એક ઓનલાઈન કંપનીના જણાવ્યા અનુસાર જુલાઈમાં જ્યુસર, મિક્સર્સ, માઇક્રોવેવ્સ અને ટોસ્ટર સહિતના ઉપકરણના વેચાણમાં ચાર ગણો વધારો થયો છે. વેક્યૂમ ક્લીનર્સ જેવા સ્વચ્છતાના ઉપકરણોની માંગ જુલાઈમાં, કોરોનાના પહેલાં કરતાં પછી ચાર ગણી વધી ગઈ છે.