ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 ઓગસ્ટ 2020
ભારતમાં સામાન્ય રીતે ઘરેલું કામકાજમાં બહુ મોટી અસમાનતા જોવા મળે છે. પરતું લોકડાઉન દરમિયાન અસમાનતામાં ખાસ્સો ફરક જોવાં મળ્યો છે. 2018 ના 'આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન'ના અહેવાલમાં જાણવા મળ્યું છે કે, શહેરી ભારતમાં મહિલાઓએ દરરોજ 312 મિનિટ વિના વેતન ઘરનું કામ કર્યું હતું, અને પુરુષોએ તે માટે 29 મિનિટ ફાળવી હતી.
પરંતુ શું લોકડાઉનએ ઉપરોક્ત સ્થિતિ બદલી નાંખી છે ? એક સર્વે મુજબ લાંબા સમયના ઘરેલું કામ કરવા માટે સ્ત્રી પુરુષ કેટલો સમય વિતાવે છે.? તે વિશે જનતાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2019 થી એપ્રિલ 2020 દરમ્યાન થયેલાં આ સર્વેક્ષણમાં ખૂબ જ રોંચક જવાબો મળ્યાં છે..
સર્વે મુજબ લોકડાઉન દરમિયાન પુરુષો અને સ્ત્રીઓ બંનેએ વધુ ઘરેલું કામ કર્યું હતું, પરંતુ ડિસેમ્બરની તુલનામાં એપ્રિલમાં ઘરેલુ કામમાં સ્ત્રી પુરુષ નો લિંગ ભેદ ઓછો થયો છે. એપ્રિલમાં દરરોજ 0.5 થી 4 કલાક ઘરકામ કરતા પુરુષોનું પ્રમાણ વધ્યું છે. પુરુષો માટે ઘરકામ માટે ખર્ચાયેલા કલાકોની કાચી સરેરાશ ટકાવારી એપ્રિલમાં 2.5 કલાક અને ડિસેમ્બર 2019 માં 1.5 કલાકની રહી હતી, જયારે સ્ત્રીઓએ ડિસેમ્બર 2019 માં 4 કલાક અને એપ્રિલમાં 4.6 કલાક ગાળ્યા છે. આનું મોટું એક કારણ એ પણ હતું કે એપ્રિલમાં લોકડાઉન ને કારણે ઘરેલું નોકરોને કામ પર ન આવવા કહ્યું હતું..
સર્વે માં બીજો રસપ્રદ એ જાણવા મળ્યું કે પુરુષોમાં મુખ્યત્વે બેરોજગાર પુરુષો દ્વારા વધુ કામ કરવામાં આવ્યું હતું. આ અધ્યયનમાં લોકડાઉન દરમિયાન લોકો પાસે ભરપૂર ફ્રી સમય હતો. – ખાસ કરીને પુરુષો નોકરી માટે ઘરની બહાર નીકળી શકતા ન હતા. આથી તેઓ ઘરેલું કામમાં મહિલાઓ ને મદદરૂપ થતાં હતાં..
સૌથી રસપ્રદ પ્રશ્ન એ હતો કે સ્ત્રીઓએ તેમના મિત્રો સાથે કેટલો સમય પસાર કર્યો !?? જેમાં જાણવાં મળ્યું કે સ્ત્રીઓ એ વ્યક્તિગત રૂપે, ટેલિફોનિક અથવા વર્ચ્યુઅલ પત્રવ્યવહાર દ્વારા વધુ સમય વિતાવ્યો હતો. તેમ છતાં, એ કહેવું મુશ્કેલ છે કે શુ પૂરેપૂરૂ લોકડાઉન હટી ગયાં બાદ પણ પુરુષો ઘરના કામકાજમાં વધુ સમય આપતાં રહેશે..!!
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com