ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓગસ્ટ 2020
ગઈકાલે પાંચમી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયાની ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું. આ અવસરે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે "પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈફુદ્દીન સોજને ભાજપાએ એક વર્ષથી નજર કેદ કરી રાખ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ , જમ્મુ કાશ્મીરમાં એક વર્ષથી તાનાશાહી લાદી દીધી છે અને આ તાનાશાહો લોકશાહીને કચડી રહયાં છે.. પ્રિયંકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધતા કહ્યું કે " હું સરકારને યાદ અપાવવા માંગું છું કે ભારતમાં લોકશાહી છે અને પ્રજા તંત્ર લાગુ છે."
પ્રિયંકા ગાંધીની વાતમાં સંમતિ પુરાવતા સૈફુદ્દીન સોજે કહ્યું કે "કેન્દ્ર સરકારે 30 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે મને સ્વતંત્ર છોડી દેવામાં આવ્યો છે એ વાત સાવ ખોટી છે. મને હજુ પણ નજર કેદ કરીને રાખવામાં આવ્યો છે."
વાસ્તવમાં આ વાત એટલા માટે સામે આવી છે કેમકે કોંગ્રેસના નેતા સૈફઉદ્દીન સોઝની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં પોતાના પતિને ગેરકાનૂની રીતે કસ્ટડીમાંથી મુક્ત કરાવવાની અપીલ કરી હતી. જેના જવાબમાં, કેન્દ્રએ કોર્ટને કહ્યું હતું કે કોંગ્રેસી નેતા સૈફુદ્દીન સોઝ સ્વતંત્ર છે અને તેમના કસે પણ આવવા જવા પર કોઈ પ્રતિબંધ નથી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com