ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
04 ઓગસ્ટ 2020
તમિળનાડુના મુખ્યમંત્રી એ.કે. પલાનીસ્વામીએ સોમવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) માં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત ત્રણ ભાષાની નીતિને નકારી કાઢી હતી. તેમણે એક નિવેદન માં કહ્યું, “તમિળનાડુ ક્યારેય કેન્દ્રની ત્રણ ભાષાની નીતિને મંજૂરી આપશે નહીં. રાજ્ય તેની દ્વિભાષીય નીતિ (તમિળ અને અંગ્રેજીની) જ ચાલુ રાખશે, ”
કેન્દ્રની યોજનાને “દુ:ખદાયક" ગણાવીને પલાનીસ્વામીએ કહ્યું કે, " વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ભાષાના સૂત્ર પર પુનર્વિચાર કરવો જોઈએ અને ભાષાનો વિષય રાજ્યોને પર છોડી દેવો જોઈએ. રાજયોને તેમની પોતાની નીતિઓ લાગુ કરવાની છૂટ આપી દેવી જોઈએ."
એનઇપી જણાવે છે કે, "બાળકોને ત્રણ ભાષાઓ રાજ્યની, પ્રદેશની અને એક વિદ્યાર્થીઓની પસંદગીની વિદેશી ભાષા હશે. જેમાં ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ મૂળ ભારતની રહેશે."
રાજ્ય શા માટે ત્રણ ભાષાના સૂત્ર સાથે સહમત ન થઈ શકે તેના પર, પલાનીસ્વામીએ તમિળનાડુના રાજકીય ઇતિહાસને યાદ કરીને કહ્યું કે, " ભૂતકાળમાં ભાષના મુદ્દે તામિલનાડુ માં રાજકીય તોફાનો ફાટી નીકળ્યાં હતાં એ વાત સૌ કોઈ જાણે છે. તામિલનાડુ પોતાની ભાષા પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે" ..
આ મુદ્દે વિપક્ષી નેતા અને ડીએમકેના વડા એમ. કે. સ્ટાલિને કેન્દ્રના આ પગલાની વિરુદ્ધ સખ્તાઇભર્યું નિવેદન આપવા બદલ પલાનીસ્વામીનો આભાર માન્યો હતો..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com