ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 ઓગસ્ટ 2020
દેશમાં અને મહારાષ્ટ્રમાં એક સમયે કોરોના ના હોટસ્પોટ ગણાતા મુંબઈ માટે સારા સમાચાર છે. મુંબઈમાં રિકવરી રેટ વધ્યો છે. સારવાર બાદ સારા થનારા દર્દીઓની સંખ્યા રોજની 1200 થી 1500 ની વચ્ચે નોંધાઇ રહી છે.
મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા દસ દિવસથી મુંબઈમાં કોરોના કેસોમાં ખૂબ મોટો સુધારો થયો છે. મુંબઈ હવે કોરોનાને માત આપી રહ્યું છે. એકલા રવિવારે, ૨૪ કલાકમાં 1509 દર્દીઓ સારા થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. આની સામે નવા નોંધાતા કેસોની સંખ્યા પણ સીમિત બની છે. જો ટકાવારીમાં વાત કરીએ તો મુંબઈ શહેરનો રિકવરી રેટ 63 ટકાની આસપાસ પહોંચ્યો છે. ડબલિંગ રેટ પણ પહેલાં 60 દિવસની અંદર હતો જે હાલ વધીને 73 દિવસનો થયો છે. આવું થવાની પાછળ નું કારણ મોટી સંખ્યામાં ટેસ્ટિંગ હાથ ધરાયું તેને ગણવામાં આવે છે..
ગત આખા સપ્તાહમાં થયેલી રિકવરી જોઈએ તો…
સોમવાર 1221
મંગળવાર 800
બુધવાર 1119
ગુરુવાર 1208
શુક્રવાર 1095
શનિવાર 1147
રવિવાર 1509
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com