ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓગસ્ટ 2020
લોકલ ટ્રેનના મુસાફરો માટે સારા સમાચાર છે. બાંદ્રા અને ખાર વચ્ચે 60 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેનો હવે 100 કિલોમીટરની ઝડપે દોડશે. જેના કારણે મુસાફરોનો ઘણો સમય બચી જશે.
સૌ કોઈ જાણે છે કે મુંબઈમાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે મિનિટે મિનિટનો હિસાબ રાખવો પડતો હોય છે. જો એક સ્ટેશનેથી તમે બે મિનિટ લેટ પહોંચ્યા તો અંતિમ સ્ટેશને પહોંચતાં સુધીમાં તમને દસ મિનિટ નું મોડું થઈ ચૂક્યું હોય છે. હવે આનો ઉકેલ પશ્ચિમ રેલવે દ્વારા લાવવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેની ટ્રેન હવે 100 કિલોમીટરની ઝડપે દોડશે. બાંદ્રા અને ખાર વચ્ચે સ્થાનિક અને આઉટ સ્ટેશન ની ટ્રેનો 60 કિલોમીટર પ્રતિ કલાક સ્પીડનો જે પ્રતિબંધ હતો તે હટાવી લેવામાં આવ્યો છે, અને માત્ર 57 દિવસની અંદર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અપગ્રેડ કરવામાં આવી છે. જેને કારણે ચર્ચગેટ થી લઈને બોરીવલી-વિરાર સુધીની ટ્રેન નો કુલ 90 સેકન્ડનો સમય બચશે.
પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ લોકડાઉનના સમય નો ફાયદો ઉઠાવી ટ્રેનની ગતિને વેગ આપવાના હેતુથી, બાંદ્રા રેલ્વે લાઈન પર મોટા પાયે કામગીરી હાથ ધરી છે. ટેકનિકલી ભાષામાં સમજીએ તો 57 દિવસની અંદર 400 મીટર ટ્રેક અને 1200 સ્લીપરની ફેરબદલી કરી 17 જેટલા ટર્નઆઉટ ને ફરીથી સેટ કરવામાં આવ્યા છે. જે માટે દરરોજ 60 જેટલા કામદારો દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા. આથી જ હવે ટ્રેનો બાંદ્રા ખાર વચ્ચે 100 કિલોમીટરની ઝડપે દોડી શકશે. જેને કારણે મુસાફરો નો ઘણો સમય બચી જશે.
જ્યારે વેસ્ટન રેલ્વેએ અંધેરી અને જોગેશ્વરી વચ્ચે ચાલતા બીજા ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય પણ સમાપ્ત કર્યું છે.. આમ લોકડાઉન માં બંધનો ફાયદો ઉઠાવી રેલવે વિભાગ સ્પીડ અપગ્રેડ કરી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com