અનિલ અંબાણીની કં.ના વડામથક પર યસ બેંકનો કબ્જો, લેવાના નીકળે છે 2,892 કરોડ રૂપિયા..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

30 જુલાઈ 2020

અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના ADAG જૂથના વડામથક પર 'યસ બેન્કે' કબજો કરી લીધો છે. બેન્કને 2892 કરોડ નહીં ચૂકવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. સાન્તાક્રુઝ સ્થિત ADAG કંપનીનું આ વડુ મથક 21 હજાર ફૂટમાં ફેલાયેલું છે. આ સાથે જ દક્ષિણ મુંબઈ સ્થિત નાગિન મહલના પુરેપુરા બે માળ પણ કબજે કર્યા છે. યસ બેન્કે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા બાકી ચૂકવણી નહીં કરવા બદલ આ કાર્યવહી કરી છે 

બેન્કે જણાવ્યું હતું કે 'તેણે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગત 6 મેના રોજ 2,892.44 કરોડ રૂપિયાની લોન પરત કરવાની માંગ કરી હતી' અને નોટિસના 60 દિવસ પછી પણ ચૂકવણી કરવામાં નિષ્ફળ જતાં 22 જુલાઈએ અનીલ અંબાણીની ત્રણેય સંપત્તિનો કબજો મેળવ્યો હતો.

બેંકએ સામાન્ય લોકોને પણ ADAG સાથે મિલકતોને લઈ કોઈ વ્યવહાર ન કરવાની ચેતવણી આપી હતી છે. કારણ કે ગયા વર્ષે, આ જૂથે આ જ બિલ્ડીંગ ને મથક લીઝ પર આપવાની વિચારણા કરી રહ્યું હતું. જેની માહિતી બેન્કને મળી હતી..

અત્રે એ નોંધનીય છે કે ચાલુ વર્ષના મે માસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાણા કપૂર અને તેમની પુત્રીઓ સામે છેતરપીંડીનો કેસ કર્યો હતો. ત્યારબાદ રાણા કપૂરે યસ બેંકના ડાયરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું હતું. 

2008માં અનિલ અંબાણી વિશ્વના છઠ્ઠા ક્રમના શ્રીમંત વ્યક્તિ હતા. પરંતુ ટેલિકોમ, પાવર અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટરમાં તેમને ગંજાવર ખોટ ગઇ હતી. જેને પગલે તેઓ દેવામાં ડૂબી ગયાં હતા. આ વર્ષના ફેબ્રુઆરીમાં લોન અંગેના એક કેસમાં તેમણે બ્રિટનની કોર્ટમાં પોતાની નેટવર્થ શૂન્ય ગણાવી હતી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More