શું દિશા વાકાણી ઉર્ફ દયાભાભી બાદ હવે આ અભિનેત્રી એ પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ને કહ્યું અલવિદા? જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

30 જુલાઈ 2020

એક તરફ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ગત 28 જુલાઇ ના રોજ પ્રસારિત થયાને 12 વર્ષ પૂરા થયાના સારા સમાચાર છે, ત્યાં હવે એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે કોમેડી શોમાં અંજલિ મહેતાની ભૂમિકા ભજવનારી અભિનેત્રી નેહા મહેતા શો માંથી કદાચ વિદાય લેશે. જોકે નોંધપાત્ર વાત છે કે નેહા મહેતા શરૂઆતના 12 વર્ષોથી આ શોનો ભાગ રહી છે.  

સૂત્રોના મતે નેહાએ નવા એપિસોડનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ પ્રોડ્યૂસર્સને પોતે આ શોમાં હવે કામ નહીં કરે તે વાત જણાવી દીધી હતી. લૉકડાઉન પછી બીજીવાર શૂટિંગ શરૂ કરવામાં આવ્યું ત્યારથી અને તે સેટ પર પરત ફરી નથી. ઉલ્લેખનીય છે કે નેહા, તારક મહેતા (શૈલેષ લોઢા) ની ઓનસ્ક્રીન પત્નીનો રોલ કરે છે. જે ડાયટિશિયનની ભૂમિકામાં છે અને તારક માટે ડાયટ ફૂડ બનાવે છે, જે તેને પસંદ નથી. જોકે બંનેની કેમિસ્ટ્રી ચાહકોને ખૂબ જ ગમે છે.. 

જો નેહાએ ટીએમકેઓસી છોડવાની અટકળો સાચી હોય તો તે ખરેખર ચાહકો માટે દુ:ખદ સમાચાર હશે જે હજી પણ દિશા વાકાણી ઉર્ફે દયાબેનને પરત લેવાની માંગ કરી રહ્યા છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More