ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 જુલાઈ 2020
આજે વાત કરવી છે એક એવી મહિલાની જેણે પોતાના હકના પૈસા મેળવવા માટે જિંદગી ના છ વર્ષ આઝાદ મેદાન ખાતે વિતાવ્યા અને અંતિમ શ્વાસ પણ અહીં જ લીધા. 2018 માં આ જ મેદાન પર મહિલાએ પોતાના પતિને પણ ગુમાવ્યા હતા.
સાંગલી ના તાસગાવ ની 70 વર્ષીય મહિલા વિમલ પેઠેકર પોતાના સિવિલ એન્જિનિયર પુત્ર દત્તાત્રેય અને પતિ મોહન સાથે 2014 થી દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે ધરણા પર બેઠી હતી. મુંબઈનું આઝાદ મેદાન ધરણા કરવા માટેનું જાણીતું સ્થાન છે. વિમલ તાઈને છ વર્ષ બાદ સરકાર તરફથી પોતાનો હક્ક તો ન મળ્યો પરંતુ આ જ મેદાન ખાતે તેને મૃત્યુ જરૂર મળ્યું.
પેઠેકર પરિવાર પાસે સાંગલી-મિરાજ રોડ પર 3.5 એકર પૂર્વજોની જમીન હતી. જેને સરકારે જાહેર બાંધકામ માટે હસ્તગત કરી લીધી, પરંતુ યોગ્ય વળતર ચૂકવાયું ન હતું. અગાઉ 1881 માં બ્રિટિશ વસાહતી શાસકો દ્વારા મીટરગેજ ટ્રેક બનાવવા કેટલીક જમીન સંપાદન કરવામાં આવી હતી અને બાકીની જમીન થોડા વર્ષો પહેલાં રાજ્ય સરકાર દ્વારા આ મીટરગેજ માર્ગના વિસ્તરણ માટે લેવામાં આવી હતી. જ્યારે પેઠેકર પરિવાર પોતાની જમીનનું વળતર માંગવા સરકાર પાસે ગયાં ત્યારે સ્થાનિક જિલ્લા કક્ષાના અધિકારીઓ એ તેમનો દાવો નકારી કાઢ્યો. બસ ત્યારથી આ કુટુંબ પોતાનો હક્ક મેળવવા માટે મુંબઈના આઝાદ મેદાન ખાતે ધરણા પર બેઠો હતો..
ધરણા કરતાં કરતાં પોતાના માતા પિતા ગુમાવનાર દત્તાત્રેયએ જણાવ્યું કે, "તેપોતાના માતા-પિતા સાથે પાછલા છ વર્ષથી આખો દિવસ આઝાદ મેદાન ખાતે ધરણા પર બેસતો હતો. સાંજે 6 વાગ્યા બાદ મેદાન પર કોઈને બેસવાની મંજૂરી ન હોવાથી તેઓ નજીકમાં આવેલા સીએસટી સ્ટેશન પર સૂઈ જતા હતા. અહીં પ્લેટફોર્મ પર સૂવા દેવા માટે તેમણે ખાસ મધ્ય રેલવેની મંજૂરી પણ લીધી હતી.
દત્તાત્રેય પોતાની જમીનના દસ્તાવેજો બતાવી કહે છે કે, "તેની લડાઈ અહીં પૂરી થઈ નથી. ન્યાય ન મળે ત્યાં સુધી તે પોતાના હક માટે સરકાર સામે ધરણાં કરતો રહેશે."
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com