ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
28 જુલાઈ 2020
ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના એક ધારાસભ્ય એ બકરી ઈદ અંગે નિંદાત્મક નિવેદન આપ્યું છે. બકરી ઇદ પ્રસંગે લોકોને 'પશુઓની બલિ ન આપવાનું કહ્યું છે સાથે જ ઉમેર્યું કે, "જેને બલિદાન આપવુ જ હોય તેણે પોતાના બાળકોનો ભોગ લેવો જોઈએ." લોનીના આ ધારાસભ્ય એ કહ્યું કે 'માંસ ખાવાથી કોરોના ફેલાય છે. તેથી તેઓ પોતાના મત વિસ્તારમાં લોકોને બલિદાન કરવા સમજાવશે."
ભાજપના નેતાએ આગળ કહ્યું કે "લોકોએ કોરોના દરમ્યાન પ્રશાસનના નિયમોનું પાલન કર્યું છે. મસ્જિદો અને મંદિરોમાં પૂજા ન કરી. તેવી જ રીતે આ વખતે બકરી ઈદ પ્રસંગે બલિ ન ચઢાવી લોકડાઉન ના નિયમોનું પાલન કરો'.
સનાતન ધર્મનું ઉદાહરણ આપતાં નેતાજીએ કહ્યું કે "સનાતન ધર્મમાં પણ પહેલાના જમાનામાં બલિદાન ચઢાવવામાં આવતા હતા, પરંતુ હવે ફક્ત નાળિયેર જ દહન કરીને અર્પણ કરવામાં આવે છે, તે જ રીતે, મુસ્લિમમાં પણ અમુક વર્ગના લોકો બલિદાન આપતા નથી.'
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com