ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
28 જુલાઈ 2020
કોરોના ની આર્થિક અસરો હવે દરેક ક્ષેત્રે દેખાઈ રહી છે. મુંબઈમાં લોકડાઉનને કારણે વેચાણ ઘટી જતાં મહાનગર ગેલ લિમિટેડ (એમ.એલ.એલ) ને સીએનજીના ભાવોમાં વધારો કરવો પડ્યો છે. પ્રતિ કિલોએ 1 રૂપિયો વધતાં હવે ભાવ 48.95 રૂપિયા થયો છે. આમ એક રૂપિયાના ભાવ વધારાના પગલે રિક્ષા ભાડાંમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં. અત્યારે 1.5 કી.મી. સુધીના મિનિમમ ભાવ 18 રૂપિયા છે. જ્યારે રીક્ષા ચાલકો 20 રૂ.કરવાની માંગ કરી રહયાં છે.
મુંબઈની ઓટો રિક્ષા સીએનજી પર ચાલે છે. એક કિલો સીએનજીમાં રીક્ષા અંદાજે 25 કિલોમીટરની ઍવરેજ આપે છે. જેને કારણે રિક્ષા ચાલકને 120 રૂપિયા નું ભાડું મળે છે. હવે એક અંદાજ મુજબ સીએનજીના ભાવોમાં વધારો થતા રિક્ષા ચાલકનો ખર્ચ વધી જશે. જેને કારણે આવકમાં 20 રૂપિયા જેટલો ઘટાડો થઈ શકે છે.
આમ પણ લોકડાઉનને કારણે રીક્ષા, ટેક્સી ચાલકોને ભારે નુકશાન થઇ રહ્યું છે. રોજિંદી આવક અટકી જતા રિક્ષા ચાલકોએ ભાડામાં વધારો કરવાની મંશા જતાવી છે. જોકે સીએનજીના ભાવ વધારા અંગે એમજીએલ એ કહ્યું કે ડીઝલ અને પેટ્રોલની સરખામણીએ સીએનજી ના ભાવો હજુ પણ 50 રૂપિયાની અંદર જ છે..
મુંબઈમાં સીએનજી દરો વૈશ્વિક કુદરતી ગેસ દરો પર આધારિત છે. આ ગેસ ભારત વિદેશી દેશોમાંથી આયાત કરે છે. સીએનજી અથવા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એ એક પ્રકારનું બળતણ છે. જે મુખ્યત્વે એક પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે મિથેન હોય છે. સીએનજી એ ઇકો ફ્રેન્ડલી ઇંધણમાંનું એક છે અને પેટ્રોલ તેમજ ડીઝલ સંચાલિત વાહનો, બંનેમાં આનો ઉપયોગ કરી શકાય છે. હાલમાં મુંબઇ શહેરના કેટલાક પસંદ કરેલા રિટેલ આઉટલેટ્સમાં સીએનજી ગેસ ઉપલબ્ધ છે. નબળા રૂપિયા સામે ડૉલર મજબુત થતા કુદરતી ગેસના ભાવો વધી રહયાં છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com