ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 જુલાઈ 2020
શનિવારથી એટલે કે આજથી મુંબઈ મહાનગર પાલિકા વિસ્તારમાં સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવશે, જેની અસર જાહેર પરિવહન અને સીએનજી થી ચાલતા ખાનગી વાહનો પર થશે. મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં સીએનજીનો ભાવ પંપ પર રૂ. 47.95 થી વધીને રૂ. 48.95 થશે.
આ સાથે જ ટેક્સી યુનિયને મિનીમમ 22 રૂ. થી વધારી 25 રૂપિયા કરવાની માંગ કરી છે, સાથે જ ઓટો વાળાઓ પણ મીનિમમ 18 રૂપિયા થી વધારીને 20 રૂ. કરવાની માંગ કરી છે. તેમની દલીલ છે કે ટેક્સી અને રિક્ષામાં પાછલાં 3 વર્ષથી તેઓએ ભાડામાં કોઈ વધારો કર્યો નથી. જ્યારે CNG ના ભાવો અત્યાર સુધીમાં ઘણી વાર વધુ ચૂક્યાં છે.
સ્વાભાવિકપણે અત્યારે લોકડાઉનમાં છૂટ આપવાને કારણે ઘરેલું ગેસમાં અને ઔદ્યોગિક ગેસમાં માંગ વધી છે. ઉલ્લેખનીય છે કે નેચરલ ગેસ એટલે કે ઘરગથ્થુ વપરાશ માટે પૂરા પાડવામાં આવતા (પીએનજી) કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) અને નેચરલ ગેસ માટેના કાચા માલના ભાવમાં પણ આંતરરાષ્ટ્રિય સ્તરે ભાવ વધારો નોંધાયો છે.
અમેંરિકા, રશીયા અને કેનેડામાં ગેસ સરપ્લસમાં સરેરાશ દરને આધારે નેચરલ ગેસના ભાવ દર છ મહિને નિર્ધારિત કરવામાં આવે છે. જ્યારે ભારત ઘરેલું દરથી બમણા ભાવ ચૂકવીને જરૂરિયાત ના 50 % થી વધુનો ગેસની આયાત કરે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com