ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
24 જુલાઈ 2020
બાબરી મસ્જીદ વિધ્વંસ કેસમાં ભાજપના પીઢ નેતા એલ.કે.અડવાણીએ લખનઉની સીબીઆઈ વિશેષ અદાલતમાં વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. સીબીઆઈની વિશેષ અદાલતે સીઆરપીસીની કલમ 313 હેઠળ નિવેદનો રેકોર્ડ કર્યા છે. ભાજપના પીઢ નેતા એલ.કે. અડવાણીને સવારે 11 વાગ્યાથી સીબીઆઈની વિશેષ અદાલતમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન બપોરે 3.30 વાગ્યા સુધી એલ.કે. અડવાણીને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન, સીબીઆઈની વિશેષ અદાલતના ન્યાયાધીશે એલ.કે. અડવાણીને બાબરી મસ્જીદ વિધ્વંસ કેસમાં સો પ્રશ્નો પૂછ્યા હતા. જોકે અડવાણીએ સીબીઆઈના તમામ આરોપોને નકારી દીધા હતા. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'હું નિર્દોષ છું'. હું કોઈ પણ ઘટનામાં શામેલ ન હતો. અદાલતમાં નિવેદન નોંધતી વખતે અડવાણીએ કહ્યું કે તત્કાલીન કેન્દ્ર સરકારના કહેવા પર મને ફસાવી દેવામાં આવ્યો હતો.
નોંધપાત્ર વાત છે કે 6 ડિસેમ્બર, 1992 ના રોજ કારસેવકોના વિશાળ ટોળાએ અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી નાખી હતી.
ઉલ્લેખનીય છે કે બાબરી વિધ્વંસ કેસમાં ગઈકાલે અન્ય એક પીઢ નેતા મુરલી મનોહર જોશીએ પણ પોતાનો જવાબ આ માધ્યમથી રજુ કર્યો હતો. અહેવાલો મુજબ જોશીને અદાલત તરફથી અનેકો સવાલ પુછવામાં આવ્યા હતા. આ બન્ને નેતાઓ ઉપરાંત પુર્વ સીએમ કલ્યાણપુર અને ઉમા ભારતી નિવેદન નોંધાવી ચૂકયા છે. તમામ 32 આરોપીઓના નિવેદન બાદ તેમને બચાવ કરવા અને સાક્ષીઓ રજુ કરવા તક અપાશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સીબીઆઈ અદાલતે આ કેસ 31 ઓગસ્ટ સુધીમાં પુરો કરવાનો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com