ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 જુલાઈ 2020
તાજેતરમાં જ નવો શોધાયેલો એક ધૂમકેતુ અર્થાત પૂંછડિયો તારો પૃથ્વીની બિલકુલ નજીકથી પસાર થશે. આ ખગોળીય ઘટના ભારત સહિત ઉત્તરિય ગોળાર્ધના કેટલાક ભાગોમાં જોવા મળશે. ધૂમકેતુ નિયોવોઇસ 14 જુલાઈથી સોલર સિસ્ટમમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે અને ભારતીય પણ તેને પોતાની આંખોથી સરળતાથી જોઈ શકશે. આ માટે, કોઈ ચશ્મા અથવા ટેલિસ્કોપ અલગથી લેવાની જરૂર નથી.
નોંધપાત્ર વાત છે કે ધૂમકેતુ નીઓવાઈસ અંગેની જાણ વિજ્ઞાનીકોને માર્ચ મહિનામાં જ થઈ ગઈ હતી. આ મિશન સાથે સંકળાયેલા વિજ્ઞાનીકોના મતે આ પૂંછડીયો તારો 3 માઈલ અર્થાત 5 કિલોમીટર જેટલો મોટો છે. આ ધમકેતુના મધ્યભાગમાં કાળી મેશ જેવો પદાર્થ રહેલો છે જે 4.6 અબજ વર્ષ પૂર્વે આપણા સૌરમંડળની રચના વખતનો હોવાનું માનવામાં આવે છે.
પૃથ્વીની વધુ નજીક આવવાથી જો આકાશમાં વાદળો અને પ્રદુષણ ન હોય તે જગ્યાએ નરી આંખે પણ નિહાળી શકશે. અથવા બાઈનોકયુંલર (દૂરબીન) થી પણ નિહાળી શકાશે. આ ધૂમકેતુ વર્ષ 2020 પછી વર્ષ 8786માં દેખાશે, પણ ત્યાં સુધીમાં અન્ય ઘણા તેજસ્વી ધૂમકેતુ પૃથ્વી પરથી પસાર થઇ શકે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com