ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
22 જુલાઈ 2020
ઇરાને ચાબહાર રેલ પરીયોજનામાંથી ભારત ને હટાવી દેવાયું હોવાની વાતને રદિયો આપ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે "ભારત તેમનું નજીકનું સાથી છે અને ચાબહાર પરિયોજનાનો હિસ્સો છે અને રહેશે." ઇરાને વાતને નકારી કાઢતાં જણાવ્યું કે “કેટલાક સ્થાપિત હિતો” આવી અફવા ફેલાવી રહયાં છે.
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે ભારત સૌથી નિકટમ્ સહયોગી પૈકીનું એક છે. ચાબહાર રેલ્વે પરિયોજનામાં ભારત ની જે ભૂમિકા હતી તે પહેલેથી બરકરાર અને સ્પષ્ટ છે. ઈરાને ભારતની સાથે માત્ર બે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. એક, પોર્ટ ની મશીનરી અને ઉપકરણો. તેમજ બીજી, ભારતના 150 મિલિયન ડોલરના રોકાણ ને લગતી છે.
ગયા અઠવાડિયે એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ઈરાનમાં હસન રુહાનીની આગેવાનીવાળી સરકારે ભારતને ઝેહદાનના નિર્માણ પ્રોજેક્ટમાંથી બાકાત રાખવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની સરહદ સાથે ચાબહાર બંદરથી ઝેહદાન સુધી રેલ લાઇન બનાવવા માટે ભારતે ઇરાન સાથે કરાર કર્યા હતા..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com