ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 જુલાઈ 2020
કોરોના ઇન્ફેકશનની સારવારમાં પ્લાઝમાં થેરાપીની સારવાર અસરકારક હોવાનું જણાયું છે. બે ક્લિનિકલ ટ્રાયલ સામે આવી ચૂક્યા છે. ઇમરજન્સી કેસમાં આ થેરેપીના વપરાશની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ, આ નિયમાનુસાર પ્લાઝમાં થેરેપીને ઝાઝો પ્રતિસાદ મળતો નથી. એક સર્વે મુજબ આ થેરપી સસ્તી હોવાને કારણે ખાનગી હોસ્પિટલો બહુ રસ નથી દાખવી રહ્યા એવું તારણ નીકળ્યું છે..
બીએમસી ના અધિકારીના જણાવ્યા મુજબ "અત્યાર સુધીમાં 25 દર્દીઓની પ્લાઝમાં થેરેપી કરવામાં આવી છે. જેમાંથી માત્ર એક દર્દી મૃત્યુ પામ્યો છે અન્ય તમામ સાજા થયા છે.. મૂળ વાત એ છે કે પ્લાઝમાં ડોનેટ કરવાનો હોય છે અને આ પ્રક્રિયા ઘણી જ સરળ અને સસ્તી છે. જેમાં પ્રાઈવેટ હોસ્પિટલોને ખાસ કોઈ કમાણી થતી નથી.
મુંબઈની પ્રખ્યાત હોસ્પિટલના પ્લાઝમાં થેરપી સ્પેશિયાલિસ્ટ ના જણાવ્યા મુજબ "કેટલાક દર્દીઓને દવાઓ અસર કરતી ન હોય એ સમયે સહાનુભૂતિના ધોરણે પ્લાઝમાં થેરપી આપવામાં આવી હતી. જેનું પરિણામ સકારાત્મક આવ્યું હતું. જે દર્દીઓને શ્વાસ રૂંધાવા ની સાધારણ તકલીફ હોય અને ઓક્સિજનનું લેવલ ઘટતું જતું હોય એમને પ્લાઝમા થેરાપી નો લાભ થાય છે."
બીજા એક જાણીતા ડોકટરે કહ્યું કે પ્લાઝમાં થેરેપીના પરિણામો આશ્વર્યજનક છે. પરંતુ, તેની અસર દરેક દર્દીમાં જુદી જુદી હોય છે. સારવાર સમયે દર્દીની સ્થિતિ કથળી રહી હોય અને અન્ય બીમારીઓ પણ હોય એવા સમયે પ્લાઝમા થેરાપી અંગે ત્વરિત નિર્ણય લેવાનો હોય છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com