ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 જુલાઈ 2020
નવી મુંબઈના પનવેલમાં 16 જુલાઇ ગુરુવાર રાત્રે શરમજનક ઘટના ઘટી છે. એક 40 વર્ષીય મહિલા પર કોરોનાના કોરેન્ટાઇન સેન્ટરમાં બળાત્કાર ગુજાર્યા ની ઘટના સામે આવી છે.. આ મહિલા કોવિડ -19 ની શંકાસ્પદ દર્દી હતી અને તેણે હાલમાં જ પરીક્ષણ કરાવ્યું હતું. એક ફ્લૅટ ને ક્વોરેન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગ થતો હતો અને અહીં દરેક દર્દીને એક ઓરડો ફાળવવામાં આવ્યો હતો.
આરોપીનો ભાઈ પણ આ કવોરોન્ટીન સેન્ટર મા હોવાથી એ આ મહિલાને મળ્યો હતો અને એક દિવસ આ આરોપીએ થોડીક સહાય કરવાના બહાને પૂછ્યું કે તેને કંઈપણ જોઈતું કરતું હોય તોહ એ લાવી દેશે. ત્યારબાદ તેણે એક પ્રકારની આત્મીયતા બતાવી મહિલાનો લાભ લેવાનો પ્રયાસ કર્યો. આરોપી યવક 16 જુલાઈની સાંજે ફરી માહિલાને મળવા આવ્યો હતો અને જબરદસ્તીથી ખરાબ કૃત્ય આચર્યું હતું. નવી મુંબઈ પોલીસ કમિશનર આ ઘટના અંગે કહ્યું કે "આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેનું આજે કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યું હતું જે પોઝિટિવ આવતા હાલ યુવકને કવારંટીન કરવામાં આવ્યો છે…"
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com