ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 જુલાઈ 2020
નસીબ બળવાન હોય ત્યારે અણધાર્યો ફાયદો થતો હોય છે. એવી જ એક ઘટના અમેરિકાના મિશિગનમાં ઘટી છે. એક 57 વર્ષીય વ્યક્તિ પોતાની પત્નીની ટ્રકમાં હવા ભરવા માટે બહાર નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં આવતા ગેસ સ્ટેશન પર તે થોડો સમય રોકાયો હતો. આ દરમિયાન ત્યાં લોટરી વેચતા માણસે તેને આજીજી ભર્યા સ્વરમાં ખરીદી કરવાનું જણાવ્યું. આથી તેણે દસ ડોલર ની ટિકિટ માંગી હતી પરંતુ કારકુને ભૂલમાં 20 ડોલરની ટિકિટ કાઢી આપી હતી. જ્યારે કારકુનને પોતાની ભૂલ સમજાય તો તેણે ટિકિટ બદલી આપવાની વાત કરી પરંતુ, આ 57 વર્ષીય વ્યક્તિ એ લૉટરી બદલવાને બદલે પોતાની પાસે રાખી હતી. થોડા દિવસ બાદ, જ્યારે લોટરીના પરિણામો જાહેર થયા ત્યારે આ વ્યક્તિને 20 મિલિયન ડોલરની લોટરી લાગી હોવાનું જણાયું જે ને લગભગ 15 કરોડ રૂપિયા કહી શકાય..
આ વ્યક્તિએ તેનું નામ જાહેર કર્યું નથી. તેથી જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમે આ પૈસા સાથે શું કરશો? જવાબમાં આ વ્યક્તિએ કહ્યું કે તે એક નવું મકાન ખરીદવા માંગે છે જેનું તેણે હંમેશા સ્વપ્ન જોયું હતું. તે લોટરી જીતીને નસીબદાર રહ્યો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com