ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
15 જુલાઈ 2020
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 'વિશ્વ યુવા કૌશલ દિવસ' નિમિત્તે યુવાનોને સંબોધન કર્યું. જેમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'આજે 21 મી સદી યુવાનોને સમર્પિત સદી છે, આજે કૌશલ એ યુવાનોની સૌથી મોટી તાકાત છે.' બદલાતી પદ્ધતિઓ સાથે દેશના યુવાનોએ પણ પોતાની આવડત મા વધારો કરી પરિવર્તન લાવ્યાં છે. વઘુમાં કહ્યું કે "યુવાનોને તેમના જ્ઞાન ઉપરાંત વધુ કુશળ બને તે હેતુથી 'સ્કિલ ઇન્ડિયા મિશન' શરૂ કરવામાં આવ્યું હતું. જેને આજે 5 વર્ષ પુરા થયા છે. આજે વિવિધ ક્ષેત્રમાં, ખાસ કરીને તબીબી અને આરોગ્ય ક્ષેત્રમાં લાખો કુશળ લોકોની આવશ્યકતા છે.'
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, લોકડાઉન ને કારણે અનેક કામદારો પોતાનાં રાજ્યમાં પરત જતા રહયાં છે એવાં 'સ્થળાંતર કરનારા કામદારોનું કૌશલ્ય મેપિંગ પોર્ટલ સરકારે શરૂ કર્યું છે. સ્થળાંતર કરનારાઓ અને નોકરીદાતાઓને પોર્ટલનો લાભ મળશે અને આમ યુવા કૌશલ્ય આત્મનિર્ભર ભારત રચના કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે."
તેમણે યુવા ખેલાડીઓને "વર્લ્ડ યુથ સ્કીલ ડે" પર શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે કોરોના વાયરસ રોગચાળાના સમય દરમિયાન, વર્ક કલ્ચરની સાથે સાથે, નોકરીની પ્રકૃતિ પણ બદલાઈ ગઈ છે અને બદલાતી નવી ટેકનોલોજીને પણ અસર થઈ છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com