ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 જુલાઈ 2020
હવામાન વિભાગે 16 જુલાઈ સુધી મુંબઈ શહેરમાં ભારે વરસાદનો વરતારો કર્યો છે. એટલે કે હવે 48 કલાક સુધી મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદ ચાલુ જ રહેશે. જો કે રવિવારની તુલનાએ વરસાદ થોડો ઓછો હશે પરંતુ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરી દેવાયું છે. હવામાન વિભાગ એ આગાહી કરી છે કે મુંબઇની સાથે જ થાણે અને રાયગઢના ભાગોમાં ભારેથી-અતિ ભારે વરસાદની આગાહી છે.
આઇએમડી દ્વારા રાજ્યના 15 થી વધુ જિલ્લાઓ માટે ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં કોલ્હાપુર, પુના, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, સાતારા, સાંગલી, સોલાપુર, પરભણી, બીડ, હિંગોલી, નાંદેડ, લાતુર અને ઉસ્માનબાદનો સમાવેશ થાય છે.
આઇએમડી કોલાબા અને સાન્તાક્રુઝ વેધશાળાઓએ શનિવારે સવારે 8.30 થી 8.30 વાગ્યા દરમિયાન 0.2 મીમી અને 4.9 મીમીનો વરસાદ નોંધ્યો હતો. જ્યારે કોલાબા અને સાન્તાક્રુઝ વેધશાળાઓમાં નોંધાયા મુજબ આ સિઝનમાં કુલ વરસાદ એક હજાર મીમીનો આંકડો પાર કરી ગયો છે..
મુંબઈમાં આજે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સે. રહેશે. શહેરમાં અને ઉપનગરોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ જોવા મળશે સાથે જ ભેજવાળુ હવામાન રહેશે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com