ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 જુલાઈ 2020
ઈરાને અફઘાનિસ્તાન ની સરહદે ચાબહાર બંદરથી ઝેહદાન સુધી બનનારા રેલ્વે લાઇનના નિર્માણની પ્રક્રિયાને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. કહેવાયું છે કે ભારતીય પક્ષ તરફથી નાણાં પૂરા પાડવામાં બહુ મોડું થયું તેમજ પ્રોજેક્ટ શરૂ કરવામાં થઈ રહેલાં વિલંબને કારણે આ નિર્ણય કર્યો છે. આ કરાર પર ચાર વર્ષ પહેલાં ભારત અને ઈરાને સમજૂતી કરી હતી. પરંતુ આ કરાર તોડવા પાછળ ચાઇના સાથેની ભાગીદારી માનવામાં આવી રહી છે. ઇરાને હાલમાં જ ચાઇના સાથે 400 અબજ ડોલરની 25 વર્ષીય વ્યૂહાત્મક ભાગીદારીના સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું છે.
અહીં નોંધપાત્ર વાત એ છે કે ચીન સાથે હાથ મેળવતા ની સાથે જ ઈરાને ભારતને રેલવેની પરિયોજનામાંથી બહાર કરી મોટો ઝટકો આપ્યો છે. ચીન સાથે થયેલી સમજૂતી મુજબ ઈરાનના મૂળભૂત માળખાગત સુવિધાઓનો વિકાસ ચીન દ્વારા જ કરાશે. આ સમગ્ર પરિયોજના ટૂંકા ગાળામાં પૂરી કરવામાં આવશે એવી માહિતી મળી રહી છે. બીજી બાજુ ભારત પહેલા ઈરાનમાંથી સૌથી વધારે કાચું તેલ આયાત કરતો દેશ હતું પરંતુ, અમેરિકાના ઈરાન પર લાદેલા પ્રતિબંધ બાદ ભારત તેલ ઓછું આયાત કરવા માંડ્યું હતું. તદુપરાંત, ભારતના અમેરિકા સાથે વધી રહેલા સંબંધોથી પણ ઈરાન ભારત પર નારાજ હતું. આથી જેવી ચીને મદદની ઓફર કરી ઈરાનને ભારત સાથે છેડો ફાડી નાખી ચીનની ઓફર સ્વીકારી લીધી હતી. હવે ચીને જે 400 અબજ ડોલરનું રોકાણ ઈરાનમાં કર્યું છે તેના બદલામાં તે ઈરાન પાસેથી ખૂબ સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ મેળવશે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com