ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
14 જુલાઈ 2020
આજે સેના પ્રમુખ નિરીક્ષણ કરવા માટે પઠાણકોટ પહોંચ્યા હતાં જ્યાં તેમણે કહ્યું કે પાકિસ્તાન તરફ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે. સરહદી વિસ્તારોમાં તૈનાત સૈન્ય અને કમાન્ડિંગ અધિકારીઓ સાથે વાત કરતા, સેના પ્રમુખે જણાવ્યું હતું કે: ભારતીય સૈન્ય દુશ્મનના દરેક હુમલાને નિષ્ફળ બનાવવા સક્ષમ છે. તેઓ ફ્રન્ટલાઈન પર ઉભેલાં સેનાના જવાનોને પણ મળ્યા હતાં અને સરહદ પરના સુરક્ષા ઘેરાની પણ સમીક્ષા કરી હતી. આ પહેલા આર્મી ચીફ જમ્મુ પહોંચ્યા અને ત્યારબાદ પઠાણકોટ, જમ્મુમાં પણ તેમણે ઓપરેશનલ સજ્જતા, સુરક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડ અને આંતરિક સુરક્ષા બાબતો અંગે માહિતી લીધી હતી. અહીં સેના પ્રમુખે કહ્યું કે "પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓની ઘૂસણખોરી અને યુદ્ધવિરામના ભંગ અંગે ભારત શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી રહ્યું છે."
નોંધનીય બાબત છે કે, જ્યારથી સેનાએ આતંકવાદી વિરોધી 'ઓપરેશન ઓલ આઉટ' શરૂ કર્યું છે ત્યારથી અત્યાર સુધીમાં 125 થી વધુ આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આથી પાકિસ્તાન હવે વારંવાર સરહદ પર સીઝફાયર નો ભંગ કરી તેના આતંકવાદીઓને ઘુસાડવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ, ભારતીય સેના પાકિસ્તાનની એક પણ કોશિશ સફળ થવા દેતું નથી, આથી હવે પાકિસ્તાનમાં બેસેલા આતંકવાદીઓ હવે રોજ નીતનવા રસ્તાઓ શોધી રહયાં છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com