ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 જુલાઈ 2020
સપ્તાહની શરૂઆત મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે થઈ અને આવો જ વરસાદનો માહોલ અઠવાડિયા સુધી ચાલુ રહેવાની ધારણા છે. હવામાન ખાતાએ મુંબઇ, થાણે અને પાલઘર માટે ઓરેન્જ કલરની ચેતવણી જારી કરી છે, જેમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારથી જ આ વરસાદની તીવ્રતામાં વધારો થવાની સંભાવના છે. રાયગઢ અને રત્નાગિરી માટે, 15 જુલાઇના દિવસ માટે રેડ ચેતવણી આપવામાં આવી છે.
વાત કરીએ મુંબઈમાં તળાવોમાં કેટલું પાણી છે, તો જુલાઈની શરૂઆતથી મુંબઇને પાણી પહોંચાડતા તળાવ આવેલાં છે એ વિસ્તારમાં સંતોષકારક વરસાદને કારણે, 339067 લાખ લિટર પાણી ભેગું થયું છે અને આ પાણી ઓક્ટોબરના મધ્ય સુધી આખા મુંબઈને પૂરતું રહેશે. ખાસ વાત એ છે કે પાછલા કેટલાક દિવસોમાં સતત વરસાદને કારણે માત્ર સાડા સાત દિવસમાં પૂરતું પાણી એકઠું થઈ ગયું છે.
મુંબઈને દરરોજ અંદાજે 3800 લાખ લિટર પાણી પુરવઠાની જરૂરિયાત હોય છે, જે સાત ડેમો- મોડકસાગર, તાનસા, અપર વૈતરના, મધ્ય વૈતરણા, તુલસી, વિહાર અને ભાતસા પુરું પાડે છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જૂનમાં ચિંતા થઈ હતી કે તળાવ ક્યારે ભરાશે!? જોકે, જુલાઈની શરૂઆતથી જ મુંબઇ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે તળાવોમાં પાણીનો જથ્થો ઝડપથી જમા થઈ રહ્યો છે. જો આ વલણ ચાલુ રહેશે તો ટૂંક સમયમાં મુંબઇકરોને વર્ષભર ચાલી રહે એટલો પાણીનો પુરવઠો જમા થઈ જશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com