ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
11 જુલાઈ 2020
ચીનના નેપાળ ખાતે રાજદૂત ભૂતકાળમાં થયેલાં રાજકીય મતભેદોને દૂર કરવા સંઘર્ષ કરી રહેલી સત્તાધારી નેપાળ સામ્યવાદી પાર્ટીને સંભાળવા વ્યસ્ત છે, પરંતુ તેમની નેપાળના રાજકારણમાં ઊંડે સુધી સક્રિયતા નેપાળના ઘણા લોકોમાં ભારે રોષ પેદા કરી રહી છે.
નેપાળના કેટલાક અખબારોએ તેમના સંપાદકીય લેખમાં ગત સપ્તાહે દેશના ઘરેલુ રાજકારણમાં દખલ દેવા બદલ ચીની રાજદૂત ‘હાઓ યાંકી’ અને ચીનની આકરી ટીકા કરી હતી. એવા પણ અહેવાલો છે કે વિદ્યાર્થીઓના એક જૂથે પણ આ મુદ્દે વિરોધ પણ નોંધાવ્યો હતો.
વિસ્તારથી જોઈએ તો વર્ષ 2018 માં, દેશના બે મોટા સામ્યવાદી પક્ષોના મર્જર બાદ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (એનસીપી) ની રચના કરવામાં આવી હતી. એનસીપીને નેપાળમાં શરૂઆતથી ગઠબંધન તરીકે જોવામાં આવે છે જે હાલની સ્થિતિ મા ગમે ત્યારે તુટી કરી શકે છે.
તેનું કારણ માત્ર એ નથી કે આ મર્જરથી નેપાળના બે જૂના હરીફો ખડગ પ્રસાદ શર્મા ઓલી અને પુષ્પ કમલ દહલ પ્રચંડ એક પ્લેટફોર્મ પર આવ્યા. પરંતુ સૌથી મોટું કારણ છે નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીની અંદર સત્તા માટેનો સંઘર્ષ જે રીતે ચાલી રહ્યો છે, તે પાર્ટીને વિખૂટા પડવાની દિશામાં લઈ ગયો છે. દહલ અને તેના સમર્થકોએ ઓલીને વડા પ્રધાન અને પાર્ટી અધ્યક્ષ પદ છોડવાની માંગ કરી છે. પરંતુ ઓલી આ માટે ભારત સામે આંગળી ચીંધી રહ્યું છે. કે ભારત તેને સત્તા પરથી હાંકી કાઢવાનું ષડયંત્ર રચી રહ્યું છે. બસ આજ કારણ છે કે નેપાળના લોકો ઓલી થી ચિઢાયા છે. કારણ કે ભારત નેપાળનો રોટી અને બેટીનો સદીઓ જૂનો વ્યવહાર ચાલી આવ્યો છે, પરંતુ ચીન ના ઈશારે નેપાળના હાલના પ્રધાનમંત્રી ભારતને નુકસાન પહોંચાડી, ભારત સાથેના સંબંધો ખરાબ કરી રહ્યા છે.. એવો મત નેપાળના નાગરિકોનો છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com