ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુલાઈ 2020
નેપાળમાં રાજકીય સંકટ તોળાઈ રહ્યું છે. નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના બંને જૂથો પોતાની વાતને વળગી રહ્યા છે અને કોઈ પોતાનું વલણ બદલવા તૈયાર નથી. આવી સ્થિતિમાં નેપાળના વડાપ્રધાન કે.પી.ઓલી ની ખુરશી ખતરામાં છે, એવું જણાતાં જ પ્રધાનમંત્રી ઓલી કોરોના સંકટને બહાને દેશમાં કટોકટી લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.. કોરોના ના બહાને તેઓ રાષ્ટ્રપતિ ને પણ મળી આવ્યા છે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન પોતાની ખુરશી બચાવવા માટે આવું કરી રહ્યા છે. જો કે રાષ્ટ્રપતિ પાસેથી તેમને ઇમરજન્સી લાગુ કરવાની વાતમાં કોઈ સહકાર મળ્યો નથી. ઊલટાનું, પક્ષના નેતાઓ વચ્ચે ચર્ચા કરી પોતાના મતભેદો નું સમાધાન કરવાની ટકોર રાષ્ટ્રપતિએ ઓલીને કરી છે.
હવે અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેઓ ફરી નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટીના સહ-અધ્યક્ષ પુષ્પકમલ દહલ ને ફરી મળી, પોતાના રાજકીય મતભેદો દૂર કરવાના પ્રયત્નો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પુષ્પકમલ ઓલીને પાર્ટી અધ્યક્ષ પદેથી અને વડાપ્રધાન તરીકેનું રાજીનામું આપવાનું કહી રહ્યા છે. જ્યારે ઓલી કોઇપણ ભોગે પોતાની ખુરશી બચાવવા માંગે છે. ગઇકાલે બુધવારે પણ બન્ને નેતાઓ વચ્ચે બે કલાક સુધી ચર્ચા થઇ હતી. પરંતુ, કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી. બીજી બાજુ પાર્ટીની સ્થાયી સમિતિની બેઠક શુક્રવારે યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોટાભાગના સભ્યો વડાપ્રધાન ઓલી ની વિરુદ્ધમાં જ છે. આમ હવે આવનારા દિવસોમાં નેપાળની રાજનીતિમાં મોટી ઉલટફેર થવાની સંભાવના છે. આ વચ્ચે સૌ કોઈ જાણે છે કે હાલના પ્રધાનમંત્રી ઓલી ચાઇના ના ઈશારે નાચી રહ્યા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com