ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
7 જુલાઈ 2020
નક્સલવાદીઓએ છત્તીસગઢના બળવાખોરોથી પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં પોલીસ કર્મચારીના માતા-પિતાનું અપહરણ કર્યું છે, એમ દંતેવાડા પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું. સોમવારે રાત્રે ગમિયાપાલ ગામમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) કોન્સ્ટેબલ અજય તેલમના ઘરે નક્સલી જૂથે પ્રવેશ કર્યો હતો અને તેના પિતા લચ્છુ તેલમ (64) અને માતા વિજયા તેલમ (6૨) નું અપહરણ કર્યું હતું અને કોન્સ્ટેબલની બહેનને પણ માર માર્યો હતો તેમજ ઘટના સ્થળેથી ભાગી જતા પહેલા તેનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો. તેમણે વધુ જણાવ્યું હતું કે, ગયા વર્ષે રાજ્ય પોલીસની નક્સલ વિરોધી દળ ડીઆરજીમાં ભરતી થયેલા આ કોન્સ્ટેબલ ઘરે ન હતા ત્યારે આ ઘટના ઘટી છે.
હકીકતમાં હાલ નક્સલીઓને શરણાગતિ સ્વીકારી સામાન્ય માનવી બનાવવાના અભિયાનના ભાગરૂપે, પોલીસે તાજેતરમાં ગુમિયાપાલ ગામમાં કેટલાક નક્સલીઓના પોસ્ટરો લગાવ્યા હતા, જેના પગલે 15 થી 20 અલ્ટ્રાએ પોલીસને શરણાગતિ માટે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક નકસલવાદીઓ એવું ઇચ્છતા ન હતા કે તેઓના સાથી શરણાગતિ સ્વીકારે આથી પોલીસ અજય તેલમના પરિવારને નક્સલી ઓએ નિશાન બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલના માતા-પિતાની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના નક્સલીઓની નિરાશા દર્શાવે છે. જે બસ્તર ક્ષેત્રમાં તેઓ લોકોનો ટેકો, આધાર ગુમાવી રહ્યા છે. ગયા અઠવાડિયે નંક્લિઓએ દાંતેવાડાના હિરોલી ગામમાં એક પોલીસ કર્મચારીની ભાભીની હત્યા કરી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com