ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
7 જુલાઈ 2020
ચીને ટોચનાં ટીકાકારની ધરપકડ કરી, રાજકીય શત્રુઓ પર કડક કાર્યવાહી કરવાની યોજના બનાવી છે..બેઇજિંગ પોલીસે સોમવારે સવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ખુલ્લેઆમ ટીકા કરનાર પ્રોફેસરની ધરપકડ કરી છે. કારણ કે, રોગચાળા બાદના આર્થિકમંદી ને લઈ તેમણે પોતાના પુસ્તક માં શીં ની ટીકા કરી હતી. આ કારણે ચીનમાં સામ્યવાદી પક્ષ સામે ઉભા થયેલા સંભવિત જોખમોને કાબૂમાં લેવા માટે આ પગલા લેવામાં આવી રહયાં છે.
એક યુનિવર્સિટીના કાયદાના અધ્યાપકને બેઇજિંગના તેમના ઘરેથી પોલીસ લઈ ગઇ હતી. આ અંગે તેના મિત્ર, ગેંગ ઝિયાને જણાવ્યું હતું કે, "ઝુની ધરપકડ એટલા માટે કરી હશે કેમકે ગયા મહિને ન્યુ યોર્કમાં પ્રકાશિત કરેલા પુસ્તક સાથે તેઓ સંકળાયેલ છે, જે પુસ્તકમાં દસ રાજકીય લોકો વિશેનો સંગ્રહ છે, જેમાં શીં અને કમ્યુનિસ્ટ પાર્ટીના શાસનની નિંદાત્મક ટીકાઓ પણ કરવામાં આવી છે.
જોકે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે કહ્યું હતું કે તેમની ધરપકડ વિશે કોઈ માહિતી નથી. વાસ્તવમાં ચીનમાં કોમ્યુનિસ્ટ રાજ ચાલતું જોવાથી ત્યાં લોકશાહીના માનવીય અધિકરોનું હંમેશા દમન થતું આવ્યું છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com