ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
6 જુલાઈ 2020
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે, રાહુલે ટ્વીટ કરીને મોદી સરકારને કોરોનાની સ્થિતિ માં નિષ્ફળ સરકાર ગણાવી છે, સાથે જ તેમને નોટબંધી અને જીએસટી સહિતનાં નિષ્ફળ વિષયોને હાવર્ડ માટે કેસ સ્ટડીના વિષય ગણાવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે આ બન્ને નીતિઓ ઉપરાંત કોરોના વાયરસ સામેના મુકાબલામાં નિષ્ફળતાનો હાર્વર્ડ બીઝનેસ સ્કુલમાં અભ્યાસ કરાશે. ઉલ્લેખનીય છે કે વિરોધી પક્ષ કોંગ્રેસ દેશમાં કોવિડ 19 સ્થિતિ બાબતે સરકાર પર પ્રહારો કરી તેની નીતિઓની પશ્ર્ચિમી દેશો સાથે સરખામણી કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે રાહુલ ચીન મામલે આપણા સૈનિકોની શહાદત પર સવાલ ઉભા કરીને તેમનું અપમાન કરી રહ્યાં છે. ગાંધી પરિવારના આ રાજવંશને દેશ ક્યારેય સ્વીકારશે નહીં, કોંગ્રસમાં ગાંધી પરિવાર કરતા સક્ષમ નેતાઓ છે, પરંતુ આ રાજવંશ કોઇ સક્ષમ નેતાને આગળ વધવા દેતો નથી, નોંધનીય છે કે રાહુલે ચીન સાથેના ઘર્ષણ મામલે પણ મોદી સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યાં હતા….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com