ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુલાઈ 2020
આજે ધર્મચક્ર કાર્યક્રમ પીએમ મોદીએ કહ્યું કે, "ભગવાન બુદ્ધે કલ્યાણનો અને અહિંસાનો માર્ગ બતાવ્યો છે" આ માર્ગે સર્વે યુવાનો તથા દુનિયાને ચાલવાની અપીલ કરી છે. ધર્મ ચક્ર દિનના અવસર પર ખાસ વિડિયો સંદેશ આપી યુવાનોને બુધ્ધના વિચારોને અપનાવવા કહ્યું હતું. સાથે જ મોદીએ પરિસ્થિતિ પર ચિંતા દર્શાવી કહ્યું કે હાલ દેશ અનેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે સૌથી વધુ યુવાનોને આગળ આવવાની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ ધર્મચક્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. કારણ કે આજના જ દિવસે સારનાથમાં આવેલા બોધિ વૃક્ષ નીચે ભગવાન બુદ્ધે પોતાના પાંચ શિષ્યોને પ્રથમ ઉપદેશ આપ્યો હતો. મોદીએ બુદ્ધના જણાવેલા 8 માર્ગો પર ચાલવાની તમામ રાષ્ટ્રોને અને રાષ્ટ્રના લોકોને વિનંતી કરી કહ્યું કે "જો કરુણા અને દયા હશે તો વિશ્વમાં લડાઈઓ સમાપ્ત થઈ જશે અને લોકો શાંતિથી જીવી શકશે એમ કહી તેમણે પાડોશી દેશોને પણ શાંતિના માર્ગે ચાલવાનો આડકતરી રીતે સંદેશો પાઠવ્યો છે."
મહાત્મા બુદ્ધના રસ્તે આગળ વધીને દેશ-દુનિયામાં કેવી રીતે ઉન્નતિ લાવી શકાય તેના સંદર્ભમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દુનિયા આજે જે મુશ્કેલીનો સામનો કરી રહી છે એવા સમયે યુવાનો વિવિધ ઉપાયો, ઉકેલો અને યોજનાઓ સાથે આગળ આવીને ભારતની સૌથી મોટી સ્ટાર્ટ અપ ઈકો સીસ્ટમ નો ભાગ બની શકે છે".. આમ ગૌતમ બુદ્ધના જીવન અને તેમણે આપેલા ઉપદેશો પરથી યુવાનોને શીખ લેવા નો સંદેશો તેમણે આપ્યો હતો…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com