ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુલાઈ 2020
બ્લૂમબર્ગ બિલિયોનેર લિસ્ટમાં એમેઝોનના જેસ બેજોસ એ પોતાનો જ અત્યાર સુધીનો સર્વોચ્ચ સંપત્તિ ધરાવવાનો વિક્રમ તોડ્યો છે. બ્લૂમબર્ગ ના ઇન્ડેક્સ પ્રમાણે એક વર્ષમાં જેફ બેજોસ ની સંપત્તિમાં 56 અબજ ડોલરનો વધારો થયો છે અને તે સાથે જ તેની કુલ સંપત્તિ 171 અબજ ડોલર થઈ ગઈ છે. જ્યારે જેફએડિવોર્સ ના ભાગ રૂપે ભૂતપૂર્વ પત્ની મેકેંઝીને આપેલા 56 અબજ ડોલરના કારણે તે પણ વિશ્વની બીજા ક્રમાંકની ધનવાન મહિલા બની ગઈ છે..
કોરોનાના લોકડાઉનને કારણે દુનિયાના બીજા બધા ઉદ્યોગપતિઓની આવકમાં નોંધપાત્ર ધોવાણ થઈ રહ્યું છે. એમેઝોન પર અત્યારે ઓનલાઇન શોપિંગ વધતા જેફ બેજોસ ની સંપત્તિમાં મોટો વધારો થયો છે. 56 અબજ ડોલરનો વધારો મળ્યા બાદ 50 કરોડ ડોલર કોરોના વોરિયર્સ માટે દાનમાં આપ્યા છે. અગાઉ 2018 માં જેફ બેજોસની સંપત્તિ ઓલ ટાઈમ હાઈ- 167.7 અબજ ડોલર નોંધાઇ છે. બ્લૂમબર્ગ ની યાદી મુજબ ટેકનોલોજી ક્ષેત્રના બિઝનેસમેનની આવકમાં વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ ધનવાનોની સંપત્તિમાં મોટો ઘટાડો નોંધાયો છે. બોરેન બફેટ જેવાની સંપત્તિમાં 19 અબજ ડોલરનું ધોવાણ થયું છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com