ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુલાઈ 2020
પૂર્વ ભારતના લદાખ ચીન સરહદ નજીક ચીની સૈનિકોના હુમલામાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જેને પગલે હવે ભારતમાં ચીનના સામાન નો બહિષ્કાર થઈ રહ્યો છે. આમાં ભારતના ઉદ્યોગપતિઓ પણ હવે જોડાયા છે. જે એસ ડબલ્યુ નામની કંપનીએ સરહદે જારી રહેલા વિવાદ વચ્ચે ચીન થી 40 કરોડ ડોલર એટલે કે અંદાજે 3000 કરોડ રૂપિયાની આયાતને 24 મહિનાની અંદર શૂન્ય પર લાવવાનો નિર્ણય લીધો છે.. જેની જાણકારી સિમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એ આપી હતી. જે એસ ડબલ્યુ 14 અબજ ડોલરની કંપની છે. જે વીજળી, સિમેન્ટ અને અન્ય ઉત્પાદનો સાથે સંકળાયેલ છે. જે કંપનીએ ચીન પાસેથી 3000 કરોડ રૂપિયાની આયાતનો ઓર્ડર કેન્સલ કર્યો છે. તેનું કારણ આપતા કહ્યું કે ઘાટીમાં ભારતના જવાનો સાથે જે ઘટના ઘટી તેનાથી તેઓ દુઃખી છે અને સાથે જ પ્રધાનમંત્રીએ આપેલા 'મેક ઇન ઇન્ડિયાના' સ્લોગન થી પ્રભાવિત થઈને ભારતમાં જ ભારત માટે કામ કરવા માંગે છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com