સારા સમાચાર : ભારતે ચીનમાંથી આયાત ધટાડી, ચીનને છ બિલિયન ડોલરનો ફટકો.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

3 જુલાઈ 2020

ભારતે ચીન થી થતી આયાત માં મોટા પાયે ઘટાડો કરતા અત્યાર સુધીમાં ભારત-ચીન વચ્ચેની વ્યાપારી 48.66 અબજ ડોલર જેટલી ઘટી છે. આ ખાદ્ય પહેલા 65.26  હતી જે હાલમાં ઘટીને 16.6 અબજ ડોલર થઈ ગઈ છે.. ચીનથી થતી આયાતમાં મોટાભાગે ઘડિયાળો, સંગીતના સાધનો, રમકડા, રમતગમતના સામાન, ફર્નિચર, પ્લાસ્ટિકની વસ્તુઓ, મોટાપાયે ઇલેક્ટ્રોનિક સાધનો, કેમિકલ, લોખંડ તથા પોલાદની ચીજવસ્તુઓ ઉપરાંત મોબાઇલ, ખાતર અને વિવિધ ધાતુઓ નો સમાવેશ થાય છે. 

આ નાણાકીય ખાદ્ય ઘટવાનું મહત્વનું કારણ એ છે કે ભારત સરકાર ચિંતિત હતી અને આયાતો પરની નિર્ભરતા ઘટાડવા માંગતી હતી અને આથી જ આયાત ઘટાડવા માટે અમુક ટેકનિકલ નિયમોની રચના કરવામાં આવી છે. તેમ જ ચીનથી આવતા માલસામાનની ગુણવત્તાને લઈ ખાસ નિયમો અને શરતોનો કડક અમલ શરૂ થતાં ખાદ્ય ઘટી છે.

 આ ઉપરાંત ભારત સરકારે ભારતના બજારોમાં ઠલવાતા નબળા માલસામાન પર એન્ટી ડમ્પીંગ ડયુટી લાદી દેતા પણ નાણાકીય ખાધમાં ઘટાડો નોંધાયો છે.. નોંધનીય છે કે ભારતમાં થતી કુલ આયાતની ૧૪ ટકા આયાત ચીનથી થાય છે. આ દરમિયાન સરકારે રોકાણોના નિયમોમાં પણ તાત્કાલિક ફેરફારો કરતા નાણાકીય વર્ષ 2019 માં રોકાણ 229 થી ઘટીને માત્ર 163.78 મિલિયન ડોલર રોકાણ થયું છે..  આ ઉપરાંત ભારતે ક્વોલિટી કન્ટ્રોલ ના નિયમો પણ ખૂબ કડક બનાવી દેતા ઇલેક્ટ્રોનિક સામાન, મશીનોના છુટા ભાગો, રસાયણો વગેરેમાં કડક નિયમોનું પાલન થતું હોવાથી પણ આયાતમાં ઘટાડો નોંધાયો છે. આમ સ્વાભાવિક રીતે આયાત ઘટડા નાણાકીય ખાધ પણ ઘટી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/31FT7eA 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com       

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment