ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
02 જુલાઈ 2020
ચાલુ વર્ષને બોલિવૂડને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાન નું નિધન થયું છે.સરોજ ખાન ને થોડા દિવસ પહેલા શ્વાસોશ્વાસની તકલીફ થઈ હતી. ત્યારબાદ તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ આ સમસ્યા માંથી તે બહાર આવે તે અગાઉ ગુરુવારે મોડી રાત્રે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. ત્યારબાદ તેમનું નિધન થયું. સરોજ ખાન નો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાન બહુ નાની ઉંમરમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે બોલિવૂડમાં આવી હતી. તેણે બે હજારથી વધુ ગીતોને કોરિયોગ્રાફ કર્યા છે. સરોજ ખાન નું સાચું નામ નિર્મલા નાગપાલ છે. આઝાદીના બટવારા પછી તેનો પરિવાર પાકિસ્તાનથી ભારત આવ્યો હતો….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com