રેલ્વે નો અનોખો રેકોર્ડ: 1 જુલાઈ ના દિવસે આખા દેશ ની બધી ટ્રેનો સમયસર હતી. લેટલતીફીનો ધબ્બો એક દિવસ માટે હટ્યો…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

2 જુલાઈ 2020

ભારતીય રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત તમામ ટ્રેનો સમયસર પહોંચવાનો રેકોર્ડ બન્યો છે. 1 જૂલાઈ 2020 ના રોજ તમામ 201 ટ્રેનો સમયસર તેના ગંતવ્ય સ્થાને પહોંચી હતી. આ પહેલાં તમામ ટ્રેનો સમયસર ગંતવ્ય સ્થાને પહોંચવાનો રેકોર્ડ 23 જૂન 2020ના દિવસે બન્યો હતો.  ત્યારે 99.54 ટકા ટ્રેનો સમયસર પહોંચી હતી, માત્ર એક ટ્રેન તેના નિર્ધારીત સમય કરતા થોડીક મોડી પહોંચી હતી. સામાન્ય રીતે ટ્રેનો સમયસર નહી પહોંચવા માટે વગોવાયેલી છે.  

સૂત્રો ના કહેવા મુજબ, રેલ્વે બોર્ડના અધ્યક્ષએ તમામ સામાન્ય મેનેજરો, વિભાગીય રેલ્વે મેનેજરો અને તમામ ઝોનને કહ્યું હતું કે, રાજધાની સ્પેશિયલ ટ્રેનની 15 જોડી અને 100 જોડી પેસેન્જર ટ્રેનો કોઈપણ સમયનો વિલંબ કર્યા વિના તેનું શેડ્યૂલ જાળવી રાખે. કેમકે હાલમાં દોડતી ટ્રેનોની સંખ્યા ઓછી હોવાને કારણે, ટાઈમસર ટ્રેનો પહોંચવી જોઈએ. જેનો અમલ ડ્રાઈવરોએ કર્યો હતો.

આ અંગે કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કરીને કહ્યું કે "ટ્રેનો ફાસ્ટ લેનમાં ચાલી રહી છે અને પોતાની સેવાઓને વધુને વધુ સારી બનાવી રહી છે. તે સાથે જ  ભારતીય રેલવેએ 1 જૂલાઈ 2020ના દિવસે 100 ટકા ટ્રેનો સમયસર ગંતવ્ય સ્થાને પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો છે"….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com        

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment