ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
1 જુલાઈ 2020
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને નવી દિલ્હીમાં આવેલો તેમનો સરકારી બંગલો 1 ઓગસ્ટ સુધીમાં ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકાર દ્વારા ફાળવણી રદ થયા બાદ એક મહિનામાં કોંગ્રેસ નેતા પ્રિયંકાને તેનો 35 લોધી એસ્ટેટ બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.
ગૃહ અને શહેરી આવાસ બાબતોના મંત્રાલયે 2019 માં સરકાર દ્વારા એસપીજી કવર પાછું ખેંચ્યા બાદ પ્રિયંકા ગાંધીના બંગલાની ફાળવણી રદ કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી 1997 થી ટાઇપ 6 બંગલામાં રહે છે. પ્રિયંકા ગાંધી વિશેષ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) ના પ્રોટેકટી હોવાના કારણે ખાનગી નાગરિક હોવા છતા તેને આ સરકારી બંગલો ફાળવવામાં આવ્યો હતો. એસપીજીના નિયમોથી તમામ પ્રોટેક્ટીઓને સરકારી આવાસ મળી શકશે. પ્રિયંકા ગાંધી જો કે લોધી એસ્ટેટ બંગલામાં ભાડેથી હાલ રહે છે. બદલાયેલા સરકારી ફાળવણીના નિયમો હેઠળ, ફક્ત એસપીજી સંરક્ષકોને જ ખાનગી નાગરિકો તરીકે સરકારી આવાસો મળવાપાત્ર છે. જ્યારે હાલ પ્રિયંકા z+ સિક્યુરિટી ધરાવે છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com