ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
1 જુલાઈ 2020
જાણીતા યોગગુરુ બાબા રામદેવે બુધવારે દાવો કર્યો હતો કે તેમની સંસ્થા પતંજલિ આયુર્વેદે કોરોના વાયરસ ચેપના ઉપચાર માટે ગત 23 જૂને કોરોનિલ દવા લોન્ચ કરી હતી, સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આના પરિણામ રૂપે 7 દિવસમાં 100 ટકા રિકવરી થશે. જોકે આ દવા ને કોરોનાની દવા તરીકે લાવવામાં આવેલ કોરોનિલ પર તરત જ વિવાદ ઉભો થયો હતો અને અનેક નેતા તેમજ અનેક લોકોએ આ દવાનો વિરોધ કર્યો હતો. ત્યારે આજે આ વિવાદ અંગે બાબા રામદેવે વિવાદ પર સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ડ્રગ માફિયાઓ અને મલ્ટીનેશનલ કંપનીઓએ દવાનો દુષ્પ્રચાર કર્યો છે. તે તેમના ફાયદા માટે યોગ, સ્વદેશી અને ભારતીયતા વિરુદ્ધનું વાતાવરણ ઊભું કરવા માંગે છે. બાબા રામદેવે એટલે સુધી કહી દીધું કે, કોરોનિલના આવવાથી વિરોધીઓને મરચા લાગ્યા છે અને અમારા વિરુદ્ધ આતંકીઓ-દેશદ્રોહીઓની જેમ ફરિયાદ નોંધાવી. અમે ક્લીનીકલ ટ્રાયલથી માંડીને રજિસ્ટ્રેશન પ્રક્રિયાના નિયમોનું પાલન કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, હિન્દુસ્તાનમાં આયુર્વેદનું કામ કરવું ગુનો છે. ત્યારે આજે આ બાબા રામદેવની પતંજલિ યોગપીઠ દ્વારા બનાવવામાં આવેલી કોરોના ડ્રગનો કેસ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. હાઇકોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારના સહાયક સોલિસીટર જનરલને આ કેસમાં દાખલ કરેલી પીઆઈએલની સુનાવણી કર્યા પછી પરિસ્થિતિ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો હતો….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com