ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
30 જુન 2020
કોરોના વાઇરસને કારણે ચીનની આર્થિક સ્થિતિ પણ કથળી રહી છે. એક રિપોર્ટ અનુસાર ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિસિએટિવ (બીઆરઆઇ) પ્રોજેક્ટમાં દર પાંચમાંથી એક પ્રોજેક્ટ અર્થાત 40 % ની સ્થિતિ કફોડી છે.
2013 માં જિનપિંગ સત્તામાં આવ્યા ત્યારે જ તેમણે આ પ્રોજેક્ટને લોંચ કરી લીધા હતા. આ પ્રોજેક્ટ ચીનને સાઉથઇસ્ટ એશિયા, સેન્ટ્રલ એશિયા, ગુલ્ફ પ્રાંત, આફ્રિકા અને યુરોપ સાથે જોડે છે. આ પ્રોજેક્ટ જમીન અને સમુદ્ર થકી હાથ ધરાયા હતા. સીપીઇસી પ્રોજેક્ટ કે જે પાકિસ્તાન અને ચીનને જોડે છે. તેનો વિરોધ ભારત કરી જ ચુક્યું છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટન ચીનના જિનજિયાંગ પ્રાંત સાથે જોડે છે. જોકે હાલમાં મલેશિયા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા અને શ્રીલંકાએ ચીન સાથેના જુદા જુદા પ્રોજેક્ટ્સને અટકાવી દીધા છે અથવા વિલંબ કરી રહ્યા છે. જ્યારે કેટલાકનું કામ તો શરૂ થયું છે પણ બહુ જ મામુલી છે.
પુરા વિશ્વમાં ચીને આશરે 2951 રૂપિયાના બીઆરઆઇ પ્રોજેક્ટ્સને ખુલ્લા મુક્યા હતા. જેની કિંમત આશરે 3.87 ટ્રિલિયન ડોલર માનવામાં આવે છે. જોકે આ પ્રોજેક્ટ્સ હવે ટલ્લે ચડી ગયા છે જેને પગલે ચીનની આશાઓ પર પાણી ફરી વળ્યું છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com