ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
30 જુન 2020
મનુષ્યોને વાઇરસના સંક્રમણથી દરિયાઈ જીવો પણ બચાવે છે કારણ કે દરિયાઈ જીવો 94% વાયરસનો સફાયો કરે છે, એવું સંશોધન, નેધરલેન્ડના ઇન્સ્ટિટ્યૂટ ફોર સી રિસર્ચ ના વૈજ્ઞાનિકોનું છે. એક શક્યતા એ રહેલી છે કે કોરોના જેવા વાઇરસ હજુ પણ દરિયાઈ જીવો માંથી મનુષ્યોમાં ફેલાઈ રહ્યા ની શક્યતા છે.. એવા સમયે 94% વાયરસનો, દરિયાઈ જીવો ખોરાક તરીકે સફાયો કરતા હોવાનું જાણવા મળ્યું છે. સમુદ્રી જીવો ઓક્સિજનની અને ભોજનની શોધમાં પાણીની સપાટી પર તરતા હોય છે. એક સંશોધનમાં જણાયું છે કે સમુદ્રના એક ગ્લાસ પાણીમાં 15 કરોડથી વધારે વાયરસના અણુઓ જોવા મળતા હોય છે.. સમુદ્રી જીવો આવા અણુઓને ભોજન તરીકે લઈ તેનો અંત આણે છે.
વૈજ્ઞાનિકોએ પ્રયોગ ખાતર દરિયાઈ જીવ, જાપાની છીપને કોઈ ખોરાક આપ્યો ન હતો અને ઓક્સિજન માટે પાણીને જ ફિલ્ટર કરવામાં આવ્યું હતું , ત્યારે જણાયું કે આ જાપાની છીપોએ પાણીમાંથી વાયરસના અણુઓનો સફાયો કરી નાખ્યો હતો. વાઈરસને પાણીમાં છોડવામાં આવતાંની સાથે જ 20 મિનિટની અંદર દરિયાઈ જીવો તેને સફાચટ કરી ગયા હતા. આમ સમુદ્રની સ્થિતિ ખૂબ જ જટિલ હોય છે. જેમાં અનેક જીવો અને તેની પ્રજાતિઓ એક બીજાને પ્રભાવિત કરતી હોય છે. આ અંગેનું વિસ્તૃત સંશોધન નેચર સાઈન્ટિફિક માં પ્રકાશિત થયું છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com