ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
27 જુન 2020
ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બે માંથી એક ઉમેદવારની હાર થઇ હતી અને ત્યારે જ તેમનો જૂથવાદ અને આંતરિક કકળાટ સામે આવી ગયો હતો.
કોંગ્રેસની અંદરોઅંદરની ખેંચતાણથી કંટાળીને કોંગ્રેસના 8 ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. જેમાંના પાંચ ધારાસભ્યોએ આજે વિધિવત રીતે ભાજપના સોગંદ લઈશ કેસરિયા ખેશ ધારણ કર્યો છે.
આ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં ભાજપના ગુજરાતના પક્ષ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રવક્તા અને ગોરધન ઝડફિયા હાજર રહ્યા હતા.
કહેવાય છે કે ગુજરાત કોંગ્રેસનાં જ બે મોટા નેતાઓને કારણે કોંગ્રેસ તૂટની કગાર પર પહોંચી છે. ભાજપનો ખેસ ધારણ કરનાર પાંચ સભ્યોના નામ છે:–
૧) કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી
2) મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા
3) અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
4) ધારીના જેવી કાકડિયા અને
5) કરજણના અક્ષય પટેલ નો સમાવેશ થાય છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com