ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
24 જુન 2020
રેલવેના મુસાફરો એ સામાન્ય દિવસોની જેમ રેલવેમાં પ્રવાસ કરવા માટે હજુ 15 મી ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે તેવા સંકેતો રેલવે તરફથી મળ્યા છે.
આ અગાઉ રેલ્વેએ જુદા જુદા રાજ્યોમાં ફસાયેલા મજૂરો માટે, સોશિયલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન કરીને પેસેન્જર ટ્રાન્સપોર્ટ શરૂ કર્યું હતું. ત્યારબાદ, કેટલાક રૂટ પર રેલ્વે ટ્રાફિક ફરી શરૂ કરાયો છે. મુંબઈમાં પણ આવશ્યક સેવા કર્મચારીઓ માટે લોકલ ટ્રેન અને બેસ્ટની બસો શરૂ કરાઈ છે.
જો કે, દેશભરના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધુ પ્રમાણમાં નોંધાઈ રહયાં છે તેમાં પણ દેશના પાંચ રાજ્યોમાં કોરોનાના દર્દીઓનું પ્રમાણ 70 ટકા છે. તેથી, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસને સંકેત આપ્યો છે કે 15 ઓગસ્ટ પહેલા પેસેન્જર ટ્રાફિક શરૂ નહીં થાય.
રેલ્વે પ્રશાસને 14 મી એપ્રિલના રોજ અથવા તે પહેલાં કરવામાં આવેલા તમામ આરક્ષણોને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. તેથી, જો 14 એપ્રિલના રોજ અથવા તે પહેલાં 120 દિવસ માટે બુક કરાયેલ ટ્રેન રદ કરવામાં આવે છે, તો તમામ ટિકિટના પૈસા મુસાફરોને પરત કરવામાં આવશે.
રેલ્વેએ કોરોનાના વધતા જતા ફેલાવાને રોકવા માટે મુસાફરોની પરિવહન સેવાઓ બંધ કરી દીધી હતી. લગભગ ત્રણ મહિનાથી રેલ્વે પેસેન્જર ટ્રાફિક બંધ છે. ઉપરાંત, કેટલાક રાજ્યો અને શહેરોમાં પણ કોરોના ઝડપથી ફેલાઇ રહી છે તેથી કોરોના ટ્રાન્સમિશનને રોકવા માટે થોડો વધુ સમય લાગશે. મુસાફરી સેવાઓ શરૂ થયા પછી પણ નિયમિત ટ્રેન સેવાઓ શરૂ થવા માટે થોડો વધુ સમય લાગશે. જોકે કેટલાક રૂટો પર 230 ટ્રેનોના ખાસ રાઉન્ડ પહેલાની જેમ જ ચાલુ રહેશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com