ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 જુન 2020
કોરોના સંકટ વચ્ચે મોટા કાર્યક્રમો પર રોક લગાવામાં આવી રહી છે. પરંતુ સોમવારે સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ આજે ઐતિહાસિક જગન્નાથ યાત્રા નિકાળવામાં આવી રહી છે. ઓડિશાની પુરી અને ગુજરાતના અમદાવાદમાં નિકાળવામાં આવી રહેલી યાત્રાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છા પાઠવી છે. આજે જ કચ્છી નવું વર્ષ ઉજવાતું હોવાથી પીએમ મોદીએ કચ્છી ભાષામાં ટ્વિટ કરીને કચ્છવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વિટ કરીને લખ્યું છે કે, અષાઢી બીજના પાવન પ્રસંગે કચ્છી સમુદાયને શુભેચ્છા પાઠવું છું. કચ્છી સમુદાય મહાન સંસ્કૃતિ અને વીરતા માટે જાણીતી છે. આગામી વર્ષ આનંદ અને સારું આરોગ્ય લઈને આવે તેવી હું કામના કરું છું. આ ઉપરાંત, ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદની 143મી રથયાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી છે.
નોંધનીય છે કે ગૃહ મંત્રી અમિત શાહને અમદાવાદની રથયાત્રામાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ કારણવશ તેઓ સામેલ ન થઈ શક્યા. પરંતુ તેમણે પણ ટ્વિટ કરીને શુભેચ્છા આપવા ઉપરાંત ભગવાન જગન્નાથ કોરોનાની મહામારીથી મુક્ત કરે તેવી કામના કરી હતી.…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com