ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 જુન 2020
યોગગુરૂ બાબા રામદેવે કોવિડ-19 ના ઈલાજની આયુર્વેદિક દવા બજારમાં ઉતારી છે. હજુ એલોપેથીક દવા કે રસી વિશ્વભરમાં શોધાઇ નથી. એવા સમયે બાબા રામદેવે કહ્યું કે "આ દવાનું પાંચ માસ સુધી 280 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું છે, ત્યાર બાદ જ તેને બજારમાં ઉતારાઈ છે." બાબા રામદેવ નો દાવો છે કે દિવ્ય કોરોનીલ ટેબલેટ દ્વારા લોકો પરના સફળ પરીક્ષણ દરમિયાન 69 ટકા દર્દીઓ નો રિપોર્ટ માત્ર ત્રણ દિવસમાં પોઝિટિવ માંથી નેગેટિવ થયો છે, અને સાત દિવસની અંદર કોરોનાનો દર્દી 100 % સારો થઈને પોતાના ઘરે ગયો છે. આગામી સોમવારે 'ઓર્ડર મી' નામની એક એપ પણ લોન્ચ કરવાના છે. આ એપ પર ઓર્ડર આપી તમે ઘરે બેઠા કોરોનાની દવા મંગાવી શકશો. બાબા ના મતે કોરોનાની દવામાં ગિલોય, અશ્વગંધા, તુલસી, શ્વસારી રસ અને અણુ તેલનું મિશ્રણ છે. જેને દિવસમાં બે વાર સવાર-સાંજ લેવાથી કોરોનામાં ઘણો ફાયદો મળશે.
આ ટેબ્લેટનું નિર્માણ 'પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હરિદ્વાર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જયપુર'ના સંયુક્ત પ્રયાસોથી બનાવવામાં આવી છે. જેનું ઉત્પાદન હરિદ્વારમાં થશે.
નોંધનીય છે કે વિશ્વભરમાં વૈજ્ઞાનિકો, નિષ્ણાંતો કોરોનાવાયરસ ની દવા પર સંશોધન કરી રહ્યા છે પરંતુ હજુ સુધી સફળતા મળી નથી એવા સમયે આયુર્વેદિક દવા બજારમાં આવવાથી લોકોને થોડી ઘણી રાહત મળી શકે એમ છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com