કોવિડ-19 માટે બીએમસીનો રેપીડ એકશન પ્લાન ‘મિશન ઝીરો’

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

22 જુન 2020 

             બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ સોમવારે શહેરમાં કોરોના વાયરસ ફાટી નીકળવાની પરિસ્થિતિનો સામનો કરવાના હેતુસર "શહાજી રાજે ભોસાલે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે 'મિશન ઝીરો' રેપીડ  એક્શન પ્લાન શરૂ કર્યો હતો" આ કાર્યક્રમ અંતર્ગત, 50 મોબાઈલ ડિસ્પેન્સરી વાન લોકોના કોરોના ટેસ્ટ કરવા માટે 2-3 અઠવાડિયા સુધી મુંબઇના વિવિધ ભાગોમાં ફરશે અને દર્દીઓના સેમ્પલ લઈ, પ્રાથમિક તપાસ કરવામાં આવશે. જ્યારે બીજી મોબાઈલ ડિસ્પેન્સરી વાન  મુલુંડ, ભાંડુપ, અંધેરી, મલાડ, બોરીવલી, દહિસર અને કાંદિવલી વિસ્તારોની મુલાકાત લેશે એમ બીએમસીએ જણાવ્યું હતું. 

            દરમિયાન, રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ શહેરના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં "વાયરસથી પીછો છોડાવવો એજ પ્રાથમિકતા ગણાવી હતી"  આ માટે મેયર કિશોરી પેડનેકર, બીએમસી કમિશનર ચહલ અને સાથી ધારાસભ્યો તમામ પ્રયત્નો કરી રહયાં છીએ એમ તેમને જણાવ્યું હતું.

              રવિવાર સુધીમાં, બીએમસીએ મુંબઇમાં, 66,507 કોવિડ -19 કેસ નોંધ્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર કુલ 1,32,075 કેસો અને 6170 લોકોના મોત સાથે મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય બન્યું છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Z0j85H

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More