ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 જુન 2020
શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 11 લાખ કરોડ રૂપિયાના માર્કેટ વેલ્યુએશન માર્કને પાર કરનારી પહેલી ભારતીય કંપની બની છે. ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે તેમની તેલ-થી-ટેલિકોમ સુધીની કંપનીઓ ચોખ્ખી દેવા મુક્ત બની છે. ત્યારબાદ તેના શેરના ભાવ અગાઉના સત્રમાં રૂ.11 લાખ કરોડને વટાવી ગયા હતા. અંબાણીએ જાહેરાત કરી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વૈશ્વિક રોકાણકારો પાસેથી રૂ. 1.69 lakh લાખ કરોડ એકત્ર કરી અને બે મહિનામાં જ રાઇટ ઇશ્યૂ કર્યા બાદ ચોખ્ખી દેવા મુક્ત બની ગઈ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે છેલ્લા 58 દિવસમાં રાઈટ્સ ઇશ્યૂ દ્વારા ફર્મના ડિજિટલ આર્મ 'જિયો પ્લેટફોર્મ્સ'ના એક ક્વાર્ટર કરતા થોડું ઓછું વેચાણ કરીને, વૈશ્વિક ટેકનોલોજી રોકાણકારો પાસેથી રૂ. 1.15 લાખ કરોડ એકત્ર કર્યા છે. સાથે જ ગયા વર્ષે યુકેના બીપી પીએલસીને ઇંધણના છૂટક વેચાણમાં 49 ટકા હિસ્સો વેચતાની સાથે મળીને કુલ ભંડોળ રૂ. 1.75 લાખ કરોડથી વધુનું હોવાનું કંપનીએ જણાવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું 31 માર્ચ, 2020 સુધીના રોજ રૂ. 1,61,035 કરોડનું દેવું હતું. જે અંગે જણાવ્યાં મુજબ, ઉપરોક્ત નવા રોકાણોથી RIL ચોખ્ખી દેવા મુક્ત બન્યું છે. ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે, સાઉદી અરેબિયાના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ (પીઆઈએફ) ને તેના ડિજિટલ યુનિટમાંથી 2.32 ટકા હિસ્સો 11,367 કરોડ રૂપિયામાં વેચ્યો છે. આમ આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં કુલ 19 ટકાનો વધારો થયો છે.
આમ આજે ભારતીય શેરબજારમા આ હેવીવેઇટ સ્ટોક બી.એસ.ઈ પર 2.53 ટકાના વધારા સાથે 1,804.10 રૂપિયાની વિક્રમી સપાટી પર પહોંચ્યો. જ્યારે એન.એસ.ઈ પર, તે 2.54 ટકા વધીને રૂ. 1,804.20 ની ઓલટાઇમ હાઈ પર પહોંચી ગયું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com