ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
22 જુન 2020
"ચીન ગમે ત્યારે ભારત પર સાયબર એટેક કરી શકે છે. આથી કોરોનાવાયરસ ના ટેસ્ટ કરાવવા અંગે આવતા ઈ મેલ ખોલવા નહીં અથવા તો આરોગ્ય મંત્રાલયના નામે કોઈપણ મેલ આવે તો ખોલશો નહીં." એવી ચેતવણી ભારત સરકાર તરફથી આપવામાં આવી છે. હાલ સરહદ પર ચાલી રહેલી તંગદિલી બાદ ચાઇના કોઈ પણ ચાલ ચાલી શકે એમ છે.
સાઇબર ઇન્ટેલિજન્સ પર કામ કરનારી ફર્મનાં જણાવ્યા મુજબ સાયબર સાથે સંકળાયેલા મોટા હેકર્સ ના ગ્રુપો ભારતીય કંપનીઓ અને મીડિયા હાઉસ તેમજ સરકારી કાર્યાલય ઉપર સાઈબર હુમલો કરી શકે છે. આ ઉપરાંત કોમ્પ્યુટર સિક્યોરીટી પર કામ કરનારી ટીમે પણ દેશના નાગરિકોને એક એડવાઈઝરી જારી કરી કહ્યું છે કે "ભારતમાં 21 જૂન દરમિયાન યોજનાબદ્ધ રીતે હુમલો થઈ શકે છે." હેકર્સ નો દાવો છે કે તેમની પાસે 20 લાખ લોકોના ઇમેલ આઇડી છે. ખાસ કરીને સરકારી કાર્યાલય, મોટી મોટી ખાનગી કંપનીઓ પર એટેક થઈ શકે છે.
સાયબર એટેકથી બચવા "અજાણ્યા ઈમેલ અને અટેચમેન્ટ ને ખોલવા નહીં યુઆરએલ (URL) હોય તો તે લિંક પર પણ ક્લિક કરશો નહીં. જેવી શંકા જાય કે આ મેલ ફિશી હોઈ શકે તરત જ તેને ડિલીટ કરી દો"….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com